(સંજય પટેલ,જંબુસર)
જંબુસરના પૂર્વ ધારાસભ્ય સંજય સોલંકી દ્વારા મીઠાના અગર દ્વારા કરાયેલ દબાણ દૂર કરી કામ બંધ કરાવવા બાબતે જિલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરવામાં આવી છે.જંબુસરના પૂર્વ ધારાસભ્ય સંજય સોલંકીએ જિલ્લા કલેકટરને કરેલ લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે ટંકારી ગામે બ્લોક નંબર ૨૪૨૫ ની અંદર આવેલ મીઠાના અગરો કેટલાક સમયથી બંધ હતા.જ્યાં અચાનક પંદર દિવસથી કામ ચાલુ કરવામાં આવ્યુ છે.આ અગરોની મુદત પૂરી થઈ ગયેલો કોઈ રીન્યુ નહીં કરાવવા માટે ટંકારી ગ્રામ પંચાયતની સામાન્ય સભામાં ઠરાવ કરી માંગણી કરવામાં આવેલ હતી.આ અગરોમાં સવિતાબેન અશોકભાઈ હાલમાં હયાત છે કે કેમ તે પણ તપાસનો વિષય છે અને હાલમાં દબાણ કરવા આવેલ હોય અહીંના ઘરોમાં વરસાદી પાણી ઘુસી જવાની શક્યતાઓ છે.અગરનું કામ હાલમાં શરૂ કરવામાં આવેલ છે.તો તેના માલિક કોણ છે? અગાઉના સમયમાં કેટલું ઉત્પાદન થયેલ છે કેટલી રોયલ્ટી ચૂકવવામાં આવેલ છે? તે અંગે તાકીદે તપાસ કરીને આ રોકવામાં આવે કારણ કે તેઓ જમીન લે વેચનો ધંધો પણ કરે છે અને સ્થાનિક લોકો સાથે દાદાગીરી પણ કરે છે.તેમજ સ્થળ પર પણ કોઈ જવાબદાર વ્યક્તિ ઉપર હાજર હોતા નથી તેથી કોઈ જમીનનો કબ્જો લઈ ગેરકાયદેસર દબાણ કરે છે તો તાકીદે આ કામ બંધ કરાવવામાં આવે તેવી માંગ કરી છે.