google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Monday, December 9, 2024
HomeCrimeઅંકલેશ્વર સબ જેલના બેરેક નંબર-2માં ટાઈલ્સ નીચે સંતાડેલ બિન વારસી હાલતમાં મોબાઈલ...

અંકલેશ્વર સબ જેલના બેરેક નંબર-2માં ટાઈલ્સ નીચે સંતાડેલ બિન વારસી હાલતમાં મોબાઈલ મળ્યો

અંક્લેશ્વર,

અંકલેશ્વર સબ જેલના બેરેક નંબર-2માં ટાઈલ્સ નીચે સંતાડેલ બિન વારસી હાલતમાં મોબાઈલ મળી આવતા અંક્લેશ્વર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર ગત તારીખ ૨૬ મી ફેબ્રુઆરીના રોજ અંકલેશ્વર સબ જેલના જેલર જિગ્નેશ વસાવા ફરજ હતા તે દરમ્યાન બેરેક નંબર-2માં રાખવામા આવેલ કેદીઓની ગતિવિધિ શંકાસ્પદ જણાઈ આવતા તેઓએ ઝડતી સ્કવોર્ડ સાથે તપાસ કરતાં બેરેક નંબર-2ના અંદરના ભાગે વેસ્ટર્ન ટોઈલેટમાં પ્રવેશ કરતાં ડાબી બાજુની ટાઈલ્સની નીચેના ભાગે સંતાડેલ બિન વારસી હાલતમાં એન્ડ્રોઈડ મોબાઈલ મળી આવતા જેલરે ફોન,સીમકાર્ડ અને બેટરી કબ્જે કરી આ ફોનથી કોઈ ગુનાહીત પ્રવૃત્તિ કરવામાં આવી છે કે કેમ તે તેમજ મોબાઈલ કોનો છે અને જેલમાં બેરક માં કઈ રીતે આવ્યા તે માટે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!