google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Friday, May 24, 2024
HomeGujaratએક મહિનો ચાલનારી પંચકોશી નર્મદા પરિક્રમાનો આવતી કાલથી યથાવત રૂટ પર થશે...

એક મહિનો ચાલનારી પંચકોશી નર્મદા પરિક્રમાનો આવતી કાલથી યથાવત રૂટ પર થશે પ્રારંભ

- વહીવટી તંત્ર દ્વારા રામપુરા-શહેરાવ-રેંગણઘાટ પર કામગીરીનું નિરિક્ષણ કરાયુ : લાઈફ જેકેટ પહેરી નાવડીની સવારી કરી : પરિક્રમાવાસીઓને ચાલવાના રૂટનું રૂબરુ નિરિક્ષણ કર્યું

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

આખરે શ્રદ્ધાળુઓની માંગ તંત્ર દ્વારા સ્વીકારાઈ છે.માં નર્મદા પરિક્રમાનો રૂટ યથાવત જ રહેશે.માં નર્મદાની ઉત્તરવાહીની પરિક્રમા તા.૮મી એપ્રિલ સોમવારથી શરૂ થઈ ૮મી મે ૨૦૨૪ સુધી ચાલશે.પરિક્રમા પહેલા કલેકટર સહીત અધિકારીની ટીમે રામપુરા – શહેરાવ – રેંગણઘાટ પર કામગીરીનું નિરિક્ષણ કરી લાઈફ જેકેટ પહેરી નાવડીની સવારી કરી હતી.

પરિક્રમા અર્થે આવતા શ્રદ્ધાળુઓને કોઈ મુશ્કેલી ન પડે તેને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પુરતી કાળજી સાથે વિવિધ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. નર્મદા પરિક્રમાનો રૂટ પણ યથાવત રહેશે. પરિક્રમા શરૂ થવાના પૂર્વે જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયા દ્વારા  સ્થળ પર જઈ રામપુરા ઘાટ અને શહેરાવ ઘાટ ખાતે નાવડીઓની કરાયેલી સુવિધાઓ,શ્રદ્ધાળુઓ માટે વિસામો,પરિક્રમા પથ સહિત સુરક્ષા વ્યવસ્થા અંગેની ઝીણવટભરી સમીક્ષા કરી હતી.તેમજ નાવડી સંચાલકો અને શ્રદ્ધાળુૂઓ માટે સુવિધાની કામગીરી કરી રહેલી એજન્સીના પ્રતિનિધિઓ સાથે જરૂરી ચર્ચા કરી કેટલાંક સૂચનો કર્યા હતા.     

નર્મદા જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાએ પરિક્રમા અર્થે આવતા ભાવિક ભક્તોને અપીલ કરતા જણાવ્યું હતું કે, આ પરિક્રમા ૮મી એપ્રિલથી શરૂ થવાની છે ત્યારે અહીં આવતા શ્રદ્ધાળુઓ શાંતિપૂર્ણ માહોલમાં પરિક્રમા શરૂ કરે અને શાંતિપૂર્ણ માહોલમાં પરિક્રમા પૂર્ણ કરીને જાય.વહીવટી તંત્ર દ્વારા પુરતી માત્રામાં નાવડીઓની સુવિધા કરવામાં આવી છે.શ્રદ્ધાળુઓ માટે નાવડી સંચાલન, પાર્કિંગ, આરોગ્ય, સલામતી, છાયડો,પીવાના પાણીની વ્યવસ્થા તેમજ બેબી ફિડીંગ રૂમ, કન્ટ્રોલ રૂમ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.ભાવિકો પણ વહીવટી તંત્રને પુરતો સહયોગ આપશે તેેમ પણ જણાવ્યું હતું. 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!