google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Monday, July 15, 2024
HomeGujaratસ્ટેચ્યુ ઓફ યુનિટી પર ઉનાળુ વેકેશનમાં છેલ્લા એક મહિનામાં ૨.૫૦ લાખથી વધુ...

સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ઉનાળુ વેકેશનમાં છેલ્લા એક મહિનામાં ૨.૫૦ લાખથી વધુ પ્રવાસીઓ આવી ચૂક્યા

- ગત વર્ષના વેકેશન કરતા એક લાખ પંચોતેર હજાર વધુ

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
આ ઉનાળુ વેકેશનમાં પ્રવાસીઓ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસન ધામ બની રહ્યું છે.પ્રવાસીઓનો ભારે ઘસારો રહ્યો આ એક મહિનામાં ૨.૫૦ લાખથી વધુ પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવી ચૂક્યા જે ગત વર્ષ ના વેકેશન કરત એક લાખ પંચોતેર હજાર વધુ છે.
આ વેકેશનમાં દુનિયાની સૌથી ઊંચી પ્રતિ ખાતે પ્રવાસીઓનો ઘસારો વધી રહ્યો છે.ત્યારે વેકેશનના અંતિમ શનિવાર અને રવિવારે હજારોની સંખ્યામાં પ્રવાસીઓ દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે આવી રહ્યા છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી માં અત્યાર સુધીમાં ૨૦૧૮ થી અત્યાર સુધીમાં પોણા ત્રણ કરોડ પ્રવાસીઓ આવી ચૂક્યા છે જે બતાવે છે કે દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી નો વિસ્તાર પ્રવાસીઓને ભારે આકર્ષી રહ્યો છે અને છેલ્લા મહિના વાત કરીએ તો છેલ્લા મહિનામાં અંદાજે ૨.૫૦ લાખ પ્રવાસીઓ આવી ચૂક્યા છે ત્યારે આ વખતે વિક્રમ જનક પ્રવાસીઓ આવ્યા છે જોકે ૪૧ થી ૪૫ ડીગ્રી તાપમાનમાં પણ પ્રવાસીઓ આવતા સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તા મંડળ દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીની તમામ જગ્યા એ કેનોપીથી માંડી પીવાના પાણી ની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.આજે જે પ્રવાસીઓ ઉનાળા વેકેશનમાં વિદેશ ફરવા જતા એ પ્રવાસીઓ હવે ગુજરાતના એકતાનગર ખાતે આવી રહ્યા છે અને જે પ્રવાસીઓ અહીં એક વાર આવે જેવો વારંવાર આવવાનું મન થાય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!