google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Wednesday, December 4, 2024
HomeGujaratમાં નર્મદાની ઉત્તરવાહિની પંચકોશી પરિક્રમામાં શનિવારની રાત્રિથી રવિવારે સવારે ૧૦ કલાક સુધીમાં...

માં નર્મદાની ઉત્તરવાહિની પંચકોશી પરિક્રમામાં શનિવારની રાત્રિથી રવિવારે સવારે ૧૦ કલાક સુધીમાં ૨૭ હજાર કરતા વધુ શ્રદ્ધાળુઓએ પરિક્રમા કરી

- પરિક્રમાના પ્રારંભથી એક સપ્તાહમાં લાખોની સંખ્યામાં લોકો જોડાયા - પરિક્રમાર્થીઓની સંખ્યામાં વધારો થતા રામપુરા ઘાટ ખાતે ૩૫ અને શહેરાવ ઘાટ પર ૩૦ નાવડીનું થઈ રહેલું સંચાલન - નર્મદા જિલ્લા વહીવટી તંત્ર ઊભી કરાયેલી સુવિધાઓની પ્રશંસા કરતા ભાવિકો : પરિક્રમા પૂર્ણ થતાં રામપુરા ઘાટ ખાતે ચૈત્ર નવરાત્રિએ ગરબા રમી ધન્યતા અનુભવતા શ્રદ્ધાળુઓ

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
નર્મદા જિલ્લામાં ચૈત્ર મહિના દરમ્યાન યોજાતી માં નર્મદાની ઉત્તરવાહિની પંચકોશી પરિક્રમા અર્થે મોટી સંખ્યામાં પરિક્રમાર્થીઓ વિવિધ રાજ્યોમાંથી આવી રહ્યા છે. જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાના માર્ગદર્શન હેઠળ આ વર્ષે પરિક્રમાર્થીઓ માટે પુરતી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે પરિક્રમા શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી છે.પરિક્રમાર્થીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે ૨૪X૭ કલાક કન્ટ્રોલરૂમના માધ્યમથી સમગ્ર પરિક્રમા ઉપર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શાંતિ-સલામતી સુવિધા પર નજર રાખવામાં આવી રહી છે.
નર્મદા નદીની ઉત્તરવાહિની પંચકોશી પરિક્રમા એક આધ્યાત્મિક પદ પરિક્રમા છે.ખાસ કરીને હાલમાં ચૈત્ર નવરાત્રિ ચાલી રહી છે ત્યારે શનિવારની રાત્રિથી રવિવારે સવારે ૧૦ કલાક સુધીમાં અંદાજે ૨૭ હજાર કરતા વધુ શ્રદ્ધાળુઓએ માં નર્મદાની પરિક્રમા કરી હતી.શ્રદ્ધાળુઓ પરિક્રમા પૂર્ણ કરી રામપુરા ઘાટ ખાતે ચૈત્ર નવરાત્રીએ ગરબા રમીને પરિક્રમા સાથે પણ જાણે ઉત્સાહ – ઉમંગ સાથે વધાવી ધન્યતા અનુભવી હતી. પરિક્રમાર્થીઓની સંખ્યા અનુસાર રામપુરા ઘાટ ખાતે ૩૫ અને શહેરાવ ઘાટ ખાતે ૩૦ નાવડીઓનું સતત અને સલામત સંચાલન કરવામાં આવી રહ્યું છે.પરિક્રમાના પ્રારંભથી એક સપ્તાહના સમયમાં લાખોની સંખ્યામાં ભાવિકોએ આ પરિક્રમાનો લાભ લીધો છે.માઉથ ટુ માઉથ પ્રસાર-પ્રચાર થઈ રહ્યો છે.એક બીજાને સારી સુવિધાની વાત કહેતા લોકો અનુકૂળતાએ પરિક્રમા કરવા નદીના પ્રવાહની જેમ આવ્યા કરે છે.નર્મદાના નીરની જેમ અસ્ખલિત રીતે વહ્યા કરે છે.જિલ્લા પોલીસ તંત્ર દ્વારા સમગ્ર રાત્રિ દરમિયાન પરિક્રમા રૂટ પર સતત પેટ્રોલિંગ કરવા સાથે વિવિધ પોઈન્ટ ખાતે સુરક્ષા જવાનો દ્વારા ખડેપગે ફરજ બજાવી રહ્યા છે.વાહન પાર્કિંગના સ્થળોએ પણ શિસ્તબદ્ધ રીતે સંચાલન કરવામાં આવી રહ્યું છે.
રામપુરા, શહેરાવ, તિલકવાડા અને રેંગણ ઘાટ ખાતે ૨૪X૭ કલાક ફરજ બજાવી રહેલા નોડલ-સહ નોડલ ઓફિસર તેમજ કર્મચારીઓ દ્વારા કન્ટ્રોલ રૂમમાં સમયાંતરે રિપોર્ટીંગ કરવામાં આવી રહ્યું છે. જ્યારે આરોગ્ય વિભાગની ટીમો પ્રાથમિક સારવારની દવાઓ સાથે તમામ ઘાટ અને રામજી મંદિર પરિસર ખાતે પરિક્રમાર્થીઓની મુશ્કેલીમાં કાળજી લેવાનું કામ કરી રહી છે.સમગ્ર પરિક્રમા રૂટમાં અનોખું વાતાવરણ અને એકલ દોકલ અને ટુકડીમાં શ્રદ્ધાપૂર્વક યાત્રા કરી રહ્યા છે. નર્મદાના નીરથી ફૂવારા દ્વારા સ્નાન કરીને ધન્યતા અનુભવે છે. જીવનની યાદગાર ક્ષણને મોબાઈલમાં કેદ કરી સેલ્ફી-ફોટો-વીડિયો પણ ઉતારીને અનોખી પણોને કેદ કરે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!