google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Monday, July 15, 2024
HomeGujaratભરૂચ જિલ્લાના લોકોને મતદાન માટે પ્રેરીત કરવા ૪૦૦ થી વધુ શિક્ષકો મોટરસાયકલ...

ભરૂચ જિલ્લાના લોકોને મતદાન માટે પ્રેરીત કરવા ૪૦૦ થી વધુ શિક્ષકો મોટરસાયકલ રેલીમાં જોડાયા

- સ્વીપ નોડલ ઓફિસર અને જિલ્લાશિક્ષણાધિકારી સ્વાતિબા રાઓલ અને મહાનુભાવોએ બાઈક રેલીને પ્રસ્થાન કરાવ્યું - મહિલાઓનું મતદાન વધે તે માટે મોટી સંખ્યામાં મહિલાશિક્ષકોએ પણ જોડાઈ : મતદાન એ સૌની સહભાગિતાનો સંદેશો પાઠવ્યો

ભરૂચ,
ભરૂચ જિલ્લામાં અલગ અલગ મતદાન જાગૃતિના કાર્યક્રમોએ ભરૂચ જિલ્લામાં મતદાતાઓને મતદાન કરવા માટે અનન્ય પ્રેરણા પુરી પાડી છે. ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદાર શિક્ષણ, મતદાર જાગૃતિ ફેલાવવા અને ભારતમાં મતદાર સાક્ષરતાને પ્રોત્સાહન આપવા માટે સ્વીપ (સુવ્યવસ્થિત મતદાર શિક્ષણ અને મતદારની ભાગીદારી) કાર્યક્રમ ચલાવવામાં આવે છે અને ચૂંટણીમાં નવા મતદારો, યુવાઓ, વૃદ્ધોને મહિલાઓ સહિત દરેક વયના લોકો વધુમાં વધુ ભાગીદારી નોંધાવે એ માટે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા મતદાન જાગૃતિની સઘન પ્રવૃતિઓ કરીને નાગરિકોને મતાધિકારનો ઉપયોગ કરવા માટે સતત પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. તા.૨૨ એપ્રિલથી ૬ મે સુધીના મહત્વપૂર્ણ ૧૫ દિવસમાં મતદાન પ્રોત્સાહનના કાર્યક્રમો દ્વારા ભરૂચ જિલ્લામાં મહિલા મતદારોનું મતદાન વધે તેમજ ભરૂચ જિલ્લામાં મતદાનની ટકાવારીમાં વધારો થાય તે માટે વિશેષ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, જેને અનુસંધાને આજરોજ મહિલાઓનું મતદાન વધે તે માટે મોટી સંખ્યામાં મહિલા શિક્ષકોએ સહભાગીદારી નોંધાવી હતી.‘મતદાન ચોક્કસ કરીએ અને કરાવીએ’, ‘મારો મત કિંમતી મત… તમારું મતદાન,લોકશાહીનો પ્રાણ, ચાલો સૌ કરીએ મતદાન, દેશને બનાવીયે મહાન, મારો મત મારું ભવિષ્ય સહિતના બેનર અને સાથે શાળાના આચાર્યઓ,શિક્ષકોએ તથા કર્મચારીગણ રેલીમાં જોડાઈને લોકોને મતદાન કરવા અંગે પ્રેરીત કર્યા હતા.
મતદાન જાગૃતિ કાર્યક્રમના ભાગરૂપે આજરોજ મતદાન જાગૃતિ સાયકલ રેલી જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, ભરૂચ હોસ્ટેલ ગ્રાઉન્ડથી સ્વિપ નોડલ ઓફિસર અને જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઓલ અને મહાનુભાવોએ બાઈક રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું.
આ બાઈક રેલીમાં ભરૂચ શહેર અને તાલુકાની શાળાના આચાર્ય,શિક્ષકોએ તથા કર્મચારીગણ મળીને ૪૦૦ થી પણ વધુ લોકો રેલીમાં જોડાઈને મતદાન કરવા લોકોને પ્રેરીત કર્યા હતા.લોકોએ સહભાગી બની મારો મત- કિંમતી મત” શહેરોના રસ્તાઓ પર ગુંજતો કર્યો હતો.આ બાઈક રેલી હોસ્ટેલ ગ્રાઉન્ડથી શરૂ થઈ,હોસ્ટેલ ગ્રાઉન્ડ- પાંચબત્તી- મહાત્મા ગાંધી રોડ થઈ મહમ્મદપુરા – વેજલપુર એસ.પી ઓફીસ – જંબુસર ચોકડી – એપીએમસી – મહમ્મદપુરા – પાંચબત્તી – હોસ્ટેલ ગ્રાઉન્ડ પર પૂર્ણ થઈ હતી. મોટી સંખ્યામાં શિક્ષકોએ જોડાઈ મતદાનએ સૌની સહભાગિતા”નો સંદેશો પાઠવ્યો.
અત્રે ઉલ્લેખનિય છે કે, લોકસભા ચૂંટણી – ૨૦૨૪ જાહેરાતના પ્રારંભ સાથે ભરૂચ જિલ્લામાં મતદાર જાગૃતિ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જે અન્વયે કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારી તુષાર સુમેરાના માર્ગદર્શન હેઠળ સ્વીપના નોડલ ઓફિસર અને તેમની ટીમ દ્વારા ભરૂચ શહેર અને જિલ્લામાં અનેક વિધ જનજાગૃતિના વ્યાપક કાર્યક્રમો થકી લોકશાહી પર્વ એટલે આપણું પર્વ” તેવી લાગણી જન-જન સુધી ગુંજી રહી છે, ત્યારે ભરૂચ જિલ્લો ખરા અર્થમાં લોકશાહીના પાયાને મજબૂત કરવામાં અગ્રેસર ભૂમિકા ભજવશે તેવો વિશ્વાસ જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!