google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, July 23, 2024
HomeGujaratઢોલાર ગ્રામ પંચાયતના સરપંચ વિરૂદ્ધ સદસ્યોની અવિશ્વાસની દરખાસ્ત

ઢોલાર ગ્રામ પંચાયતના સરપંચ વિરૂદ્ધ સદસ્યોની અવિશ્વાસની દરખાસ્ત

- પંચાયતનાં સભ્યોને વિશ્વાસમાં લીધા વગર સરપંચ મનસ્વી રીતે ગ્રામ પંચાયતનો વહીવટ કરતા હોવાનો આક્ષેપ : વિકાસનાં કામો સમય મર્યાદામાં પુર્ણ કરતા નથી - વર્ષોથી મંજુર થયેલા નાળાઓ ફક્ત સરકારી ચોપડે મંજુર થઈને પડી રહયા છે

(જ્યોતિ જગતાપ,રાજપીપળા)

નાંદોદ તાલુકામાં આવેલી ઢોલારગ્રામ પંચાયતના મહિલા સરપંચ સુધાબેન હીતેન્દ્રભાઈ વસાવા સામે ઢોલાર ગ્રામ-પંચાયતના સદસ્યો વસાવા વિક્રમભાઈ કાશીભાઈ,વસાવા સુભદ્રાબેન જગદીશભાઈ,વસાવા જયશ્રીબેન ધર્મેન્દ્રભાઈ,વસાવા લતાબેન ચંપકભાઈ, વસાવા શિલ્પાબેન મેહુલભાઈએ અવિશ્વાસની દરખાસ્ત મુકતા ગ્રામ પંચાયતનું રાજકારણ ગરમાયું છે.જેમાં ગ્રામ પંચાયતનાં આ સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત  કારણો આપી ગ્રામ પંચાયતની

સભામાં સરપંચ સુધાબેન હીતેન્દ્રભાઈ વસાવાની વિરૂદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ રજુ કર્યો છે.જેમાં ઢોલાર ગામ પંચાયતના સરપંચ ગ્રામ પંચાયતનાં સભ્યોને વિશ્વાસમાં લીધા વગર મનસ્વી રીતે ગ્રામ પંચાયતનો વહીવટ કરતાહોવાનો આક્ષેપ કરાયો છે.જયારે બીજા મુદ્દામાં ઢોલાર ગ્રામ પંચાયતના મંજુર થયેલા વિકાસનાં કામો સમય મર્યાદામાં પુર્ણ કરતા ન હોવાને કારણે ગ્રામ જનોને પારાવાર મુશ્કેલી પડે છે,જેમ કે આજની તારીખ માં પણ વર્ષોથી મંજુર થયેલા નાળાઓ ફક્ત સરકારી ચોપડે મંજુર થઈને પડી રહ્યા છે.

એ ઉપરાંત આ સરપંચ ગ્રામ પંચાયતનાં સભ્યોને લેખીત કે મૌખીક જાણ કર્યા વગર બારોબાર ઠરાવો કરી દે છે.જે યોગ્ય નથી.

જયારે “ઘરનાં ઘરનુ સ્વપ્ન” આજ દિન સુધી ૨૦૧૪ થી એક પણ પ્રધાન મંત્રી આવાસનો લાભ અપાવી શકયા નથી ત્યારે આવા સંજોગોમાં ઢોલાર ગ્રામ પંચાયતનાં સભ્યો સરપંચ સામે અવિશ્વાસનો પ્રસ્તાવ રજુ કરવાની ફરજ પડી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!