google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Saturday, July 13, 2024
HomeGujaratનેત્રંગના કવચિયા ગામ નજીક ફોર વ્હિલર ગાડી અને મોટર સાયકલ વચ્ચેના અકસ્માતમાં...

નેત્રંગના કવચિયા ગામ નજીક ફોર વ્હિલર ગાડી અને મોટર સાયકલ વચ્ચેના અકસ્માતમાં મોટર સાયકલ ચાલક યુવકનું મોત

(વિજય વસાવા,નેત્રંગ)

ભરૂચ જીલ્લાના નેત્રંગથી માંડવી જવાના રોડ પર કવચિયા ગામ નજીક એક ફોર વ્હિલર ગાડી અને એક મોટર સાયકલ વચ્ચે અકસ્માત સર્જાતા મોટર સાયકલ સવાર યુવકનું મોત નીપજ્યું હતું.

નેત્રંગ પોલીસ માંથી મળતી વિગતો મુજબ સુરત જીલ્લાના ઉમરપાડા તાલુકાના નસારપુર ગામે રહેતો અશ્વિનભાઈ મોતીસિંગ વસાવા નામનો યુવક ગતરોજ તા.૫ મીના રોજ મોટર સાયકલ લઈને માંડવી નેત્રંગ રોડ પર જઈ રહ્યો હતો.ત્યારે તે દરમ્યાન કવચિયા ગામના બસ સ્ટેન્ડથી આગળ નેત્રંગ તરફ જતાં એક ફોર વ્હિલર ગાડી સાથે તેની મોટર સાયકલ અથડાતા અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં અશ્વિનભાઈ લોહીલુહાણ થઇને મોટર સાયકલ સાથે નીચે પડી ગયો હતો અને બેભાન થઈ ગયો હતો.ઉપરાંત તેને શરીરના અન્ય ભાગોએ ઈજાઓ થઈ હતી.અકસ્માતની જાણ થતાં તેના પરિવારજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને એમ્બ્યુલન્સ બોલાવીને ઈજાગ્રસ્ત યુવક અશ્વિનભાઈને ઝંખવાવ લઈ જવાયો હતો ત્યાર બાદ વધુ સારવારની જરૂર જણાતા તેને બારડોલી લઈ જવાતો હતો.ત્યારે તે દરમ્યાન માંડવી નજીક રસ્તામાં તેનું મોત નીપજ્યું હતું.અકસ્માતની આ ઘટના સંદર્ભે મૃતકના કાકા મોહનભાઈ અભેસિંગ વસાવા રહે.ગામ નસારપુર તા.ઉમરપાડા જી.સુરતનાએ નેત્રંગ પોલીસ મથકે ફરિયાદ લખાવતા પોલીસે અકસ્માત કરનાર ફોર વ્હિલ ગાડીના ચાલક મુકેશકુમાર શંકરલાલ યાદવ રહે.આનંદપુરી બાગીદોરા જી.બાંસવાડા રાજસ્થાનના વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથધરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!