google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, July 23, 2024
HomeCrimeઝઘડિયા તાલુકાના મુલદ ચોકડી નજીક હાઈવા ટ્રકે અડફેટમાં લેતા મોટર સાયકલ ચાલક...

ઝઘડિયા તાલુકાના મુલદ ચોકડી નજીક હાઈવા ટ્રકે અડફેટમાં લેતા મોટર સાયકલ ચાલક યુવક ઘવાયો

- યુવક મોટર સાયકલ લઈને કંપનીમાં નોકરીએ જઈ રહ્યો હતો ત્યારે યુવકના જમણા થાપા પર ટ્રકનું વ્હિલ ચઢી ગયું - ઝઘડિયા તાલુકામાં ધોરીમાર્ગ સહિત ગ્રામ્ય માર્ગો પર વધતા અકસ્માતોથી ચિંતા

(જયશીલ પટેલ,ઝઘડીયા)

ભરૂચ જીલ્લાના ઝઘડિયા ત‍ાલુકા માંથી પસાર થતા ધોરીમાર્ગ સહિત અન્ય ગ્રામ્ય માર્ગો પર દિવસે દિવસે વધતા જતા અકસ્માતોથી જનતામાં ચિંતા ફેલાઈ છે. ગતરોજ તા.૨૬ મીના રોજ તાલુકાના મુલદ ચોકડી નજીક અંકલેશ્વર તરફ જતા રોડ પર એક હાઈવા ટ્રકે અડફેટમાં લેતા મોટરસાયકલ ચાલક ૨૦ વર્ષીય યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. ઝઘડિયા પોલીસ માંથી મળતી વિગતો અનુસાર અંકલેશ્વર તાલુકાના અમરતપુરા ગામનો ભાવિનભાઈ કનુભાઈ વસાવા નામનો યુવક ગતરોજ તા.૨૬ મીના રોજ મોટર સાયકલ લઈને બપોરના જીઆઈડીસીની કંપનીમાં નોકરીએ જઈ રહ્યો હતો ત્યારે બપોરના દોઢ વાગ્યાના સમય દરમ્યાન મુલદ ચોકડીથી અંકલેશ્વર તરફ જતા રોડ ઉપર જતો હતો ત્યારે એક હાઈવા ટ્રકના ચાલકે ભાવિનની મોટર સાયકલને પાછળથી ટક્કર મારતા ભાવિન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. આ અકસ્માતમાં હાઈવા ટ્રકનું વ્હિલ ભાવિનના જમણા પગના થાપા ઉપર ચઢી ગયું હતું.ગંભીર રીતે જખ્મી થયેલ ભાવિનને સારવાર માટે અંકલેશ્વર લઈ જવાયો હતો.ત્યાર બાદ વધુ સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાયો હતો.અકસ્માત બાદ હાઈવા ટ્રકનો ચાલક તેનું વાહન સ્થળ ઉપર મુકીને નાશી ગયો હતો.અકસ્માતની આ ઘટના સંદર્ભે ઈજાગ્રસ્ત ભાવિનના સંબંધી હિમાંશુભાઈ માનસીંગભાઈ વસાવા રહે.ગામ અમરતપુરા તા.અંકલેશ્વર જી.ભરૂચનાએ ઝઘડિયા પોલીસ મથકમાં અકસ્માત સર્જી તેનું વાહન સ્થળ ઉપર મુકીને નાશી ગયેલ હાઈવા ટ્રકના ચાલક વિરૂધ્ધ ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથધરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!