(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
સૌથી મોટો પર્વ એવા હોળી બાદ આજે ધુળેટી માં લોકો રંગે રંગાય છે ત્યારે સતત સાતમી વાર ભાજપમાં ભરૂચ લોકસભાના ઉમેદવાર સાંસદ મનસુખ વસાવાલોકસભા લડી રહ્યા છે.ત્યારે આજે સંસદ મનસુખ વસાવા એ પણપોતાના નિવાસ સ્થાને ધુળેટી પર્વની ઉજવણી એમના પરિવાર અને ભાજપના કાર્યકર્તાઓ સાથે મનાવી હતી અને આજથી લોકસભા ચૂંટણીપ્રચારના શ્રી ગણેશ કર્યા હતા. મહામંત્રી નીલરાવ, પૂર્વ પાલીકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલ અજિત પરીખ સહીત કાર્યકર આગેવાનોએ અબકી બાર ૪૦૦ પાર અને મનસુખ વસવા સાતમી વારના નારા સાથે પ્રચારના શ્રી ગણેશાય કર્યા હતા
આજે મનસુખ વસવાના નિવાસ સ્થાને મનસુખ વસવાએ કાર્યકરો આગેવાનો અને પરિવાર સાથે એક બીજાને રંગો ગુલાલ લગાડી ધામધૂમ થી હોળી પર્વની ઉજવણી કરી હતી.જોકે આજે પણ આપ ના નેતા ચૈતર વસાવા પર આકરા પ્રહાર કર્યાહતા અન ભરૂચ નર્મદા સહીત ગુજરાતના તમામ લોકોને ને હોળી ની શુભેચ્છા સાંસદે પણ પાઠવી હતી.
સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે મોદીના ૧૦ વર્ષના વિકાસના કામો અને પ્રજાનો પ્રેમ વિશ્વાસ મારી સાથે છે ચૈતર વસાવા સામે પોતે પાંચ લાખથી વધુ મતો સાથે સાતમી વાર આ બેઠક નરેન્દ્ર મોદીના ચરણોમાં ધરશે એવો પાકો વિશ્વાસ અને આશાવાદ પણ મનસુખભાઈએ કર્યો હતો.