(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
આજે મકરસંક્રાંતિ પર્વ અને આં દિવસે સૂર્ય ભગવાન મકર રાશિમાં પ્રવેશ કરે છે.જેનું ધાર્મિક.મહત્વ તો ઘણું છે.પરંતુ આં પર્વને બધા પોતાના ધાબા પરથી પતંગ પણ ચઢાવી ઉજવણી કરે છે. જેમ સામાન્ય લોકો પોતાના ઘરના ધાબા પરથી પતંગ ચકાવે છે તેમ નેતા અભિનેતાઓ પણ પતંગ ચકાવતા જોવા મળે છે ત્યારે છેલ્લા છ ટર્મ થી જંગી બહુમતીથી લોકસભા ભરૂચ જીતતા સાસંદ મનસુખ વસાવા માટે આગામી ૨૦૨૪ ની લોકસભાની ચૂંટણી એ ૭ મી ટર્મ છે.ત્યારે તેઓ પણ સૂર્યનારાયણ ભગવાનની પૂજા કરી ને પોતાના પરિવાર અને સંગઠનનાં લોકો સાથે રાજપીપળા ખાતે આવેલા પોતાના ઘરના ધાબાપર પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીના ફોટો વાળી પતંગ ચગાવી અને આયોધ્યામાં યોજાનારા રામ ભગવાન નાં મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ને લાઈને પણ શુભેચ્છાઓ આપી અને જયાઘોષ કર્યો હતો.
સાંસદ મનસુખ વસાવાએ દર્શકોને મકરસંક્રાંતિ ની શુભેચ્છા આપી હતી અને ૨૦૨૪ માં ભાજપનો આકાશ માં પતંગ ચગશે અને હિન્દુસ્તાન નો એટલો જોરદાર માંજો ચઢાવ્યો છે કે ઉંચે ઉડી રહેલી ભાજપ ની પતંગ ને કોઈ વિરોધી પક્ષ વાળા કાપી સકે નહિ એવી તૈયારીઓ છે.
સાંસદ મનસુખ વસાવા એ જણાવ્યું હતું કે ભાજપાંની દોર મજબૂત છે ૨૦૨૪ લોકસભાની ચૂંટણીમાં ભાજપ મજબૂત સ્થિતિ માં રહેશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પણ ભાજપા ફરી સત્તા માં આવશે. અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થવાનું છે એનાથી ભાજપાને ખૂબ મોટો ફાયદો થશેઆજે મનસુખ ભાઈ એ ઘરે પૂજા વિધિ કરી ગરીબોનેતલ સાંકળી બોર નું દાન પુણ્ય કર્યું હતું અને ઉત્તરાણ પર્વે સાંસદ મનસુખ વસાવા પરિવાર દ્વારા દાન પુણ્ય સૂર્ય પૂજા કરી હતી.