google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, April 16, 2024
HomeGujaratસાંસદ મનસુખ વસાવાએ ડેડીયાપાડા અને સાગબારા ખાતે તાલુકાકક્ષાના કાર્યાલયનું ઉદ્દઘાટન કર્યું

સાંસદ મનસુખ વસાવાએ ડેડીયાપાડા અને સાગબારા ખાતે તાલુકાકક્ષાના કાર્યાલયનું ઉદ્દઘાટન કર્યું

- રાક્ષસી વૃત્તિવાળાઓ જો ભાજપાને નડતા હોય પ્રચારમાં કે સરકારી કાર્યમાં અડચણ ઉભી કરે તો એની સામે લડવા અમે તૈયાર - ભાજપ સતત આ વખતે પણ પાંચ લાખ કરતા પણ વધારે લીડ થી ભરૂચ લોકસભાની સીટ જીતશે અમે સાગબારા અને ડેડીયાપાડામાં પ્લસ રહીશું

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

લોકસભાની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીએ પોતાની શરૂઆત કરી દીધી છે.આજે નર્મદા જિલ્લાના ડેડીયાપાડા અને સાગબારા ખાતે તાલુકા કક્ષાના કાર્યાલયનું ઉદ્દઘાટન સાંસદ તેમજ ભાજપના કાર્યકરો નેતાઓ દ્વારા કરાયું લોકસભાની ચૂંટણીને થોડા દિવસો બાકી છે.ત્યારે ભારતીય જનતા પાર્ટી એ તેની શરૂઆત કરી દીધી છે અને ભાજપ અલગ અલગ વિસ્તારની અંદર પોતાના કાર્યો શરૂ કરી રહે છે.ત્યારે આજે નર્મદા જિલ્લાના ડેડીયાપાડા અને સાગબારા ખાતે ભરૂચના સાંસદ મનસુખ વસાવા સહિત ભાજપના પૂર્વ ધારાસભ્ય મોતીસિંહ વસાવા તેમજ કાર્યકરો આગેવાનોની ઉપસ્થિતિમાં કાર્યાલયનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે ફટાકડા ફોડીને કાર્યાલયની શરૂઆત કરાવી હતી આ ઉપરાંત પૂજન વિધિ પણ કરાઈ હતી.

આ પ્રસંગે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ કહ્યું હતું કે આ વખતે લોકસભાની સીટ તેઓએ ભાજપ પાંચ લાખ કરતા પણ વધારે મતોથી જીતી જશે સાથે સાથે તેમને દાવો કર્યો હતો કે અન્ય પાર્ટીના લોકો જે ફાફા મારી રહ્યા છે.બઘા ફૂંકી રહ્યા છે.પરંતુ તેમનું કશું ચાલવાનું નથી ભાજપ સતત આ વખતે પણ પાંચ લાખ કરતા પણ વધારે લીડ થી ભરૂચ લોકસભાની સીટ જીતશે સાથે સાથે તેમને જે ડેડીયાપાડા સાગબારામાં પણ આ વખતે મોટા પ્રમાણમાં લીડ મળશે તેઓ તેમને દાવો કર્યો છે.યોગ્ય સમયે ઉમેદવાર નક્કી થશે. ફોર્મ ભરાશે વિવિધ સંગઠનોની ટિમ એક થઈ કામ કરશે.

ચૈતર વસાવાનું નામ લીધા વિના જણાવ્યું હતું કે એ લોકો ખોટા પ્રચાર કરે પણ અમારી સંપૂર્ણપણે તૈયારીઓ છે અમે સાગબારા અને ડેડીયાપાડા પ્લસ રહીશું સમયની સાથે બધાને ખુલ્લા પાડીશું.અમે સરકાર પાર દર્શક વહીવટ પણ કોઈ અમારા કાર્યમાં રાક્ષસ વૃત્તિવાળા ભાજપાને નડતા હોઈ પ્રચારમાં કે સરકારી કાર્યમાંઅડચણ ઉભી કરે તો એની સસામે લડવા કાર્યકર્તાઓને અપીલ કરી છે.ભાજપ સરકાર પૈસા આપે છે.દરેક કાર્યો સારા થાય એ અમારી જવાબદારી છે.એ દરેક કાર્યકરની જવાબદારીછે. અહીં કેટલાક લોકો બણગા ફૂંકે છે.એમના હાથીના દાંતજુદા જેવા છે ચાવવાના દાંત જુદાછે.અલગ ટકાવારી લઈ બ્લેક મેઈલ કરનારાને અમે ખુલ્લા પાડીશું.એલફેલ બોલવાનું બંધ કરે અમને એમ ના સમજે કે અમે નબળા છે આવા લોકોને વખત આવે અમે ખુલ્લા પાડીશું.અમે શિસ્ત રહીએ છીએ.ફિલ્મી સ્ટાઇલ અહીં ચાલવાની નથી.આજકાલના આવેલા લોકો પરપોટાની જેમ ફૂટી જાય છે આવા લોકો થી અમે ક્યારેય ગભરાતા નથી અમે ગુંડા શાહી સામે  લડ્યા છે અને જીત્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!