google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Sunday, July 14, 2024
HomeGujaratરાજપીપળા મતદાતા અભિવાદન સમારોહમાં સાંસદ મનસુખ વસાવાએ વિરોધપક્ષનાં નેતા માટે 'બાલકનાથ' શબ્દ...

રાજપીપળા મતદાતા અભિવાદન સમારોહમાં સાંસદ મનસુખ વસાવાએ વિરોધપક્ષનાં નેતા માટે ‘બાલકનાથ’ શબ્દ વાપર્યો

- વિરોધપક્ષના નેતા તરીકે રાહુલ ગાંધીની ભૂમિકા સામે આકરા પ્રહારો કર્યા

(જ્યોતિ જગતાપ,રાજપીપળા)
રાજપીપળા સરદાર ટાઉન હોલ ખાતે ભરૂચ અને છોટાઉદેપુર લોકસભાના બંને સાંસદો મનસુખ વસાવા અને જશુ રાઠવાનો મતદાતા અભિવાદન સમારોહ યોજવામાં આવ્યો હતો.જેમાં કાર્યકરો,પદાધિકારીઓ અને કાર્યકર્તાઓનોઆભાર માનન્યાં બાદ પ્રતિભાવ માં ભરૂચનાં સાંસદ સાંસદ મનસુખ વસાવાએ લોકસભામાં રાહુલ ગાંધીને બાલકનાથ કહી રાહુલ ગાંધી સામે આકરા પ્રહારો કર્યા હતા.
મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે વિરોધ પક્ષના નેતા તરીકે તેમની કેવી ભૂમિકા હોય એને હાઉસમાં તેમનું ભાષણ કેવું હોવું જોઈએ એ તેમને ખબર નથી.તો આ લોકો દેશનું કેવી રીતે ભલુ કરશે,? રાષ્ટ્રના વિકાસમાં વિરોધ પક્ષનો શો રોલ હોવો જોઈએ એ ને સાબિત કરવામાં રાહુલ ગાંધી સાવ નિષ્ફ્ળ ગયા છે.
આ વખતે દેશમાંબધા વિરોધ પક્ષો બધા ભેગા થયા હતા અને નરેન્દ્ર મોદી દેશમાં ત્રીજી વખત પ્રધાનમંત્રી ન બને અને ગુજરાતમાં લોકસભાની સીટો ઓછી આવે તેમજ 400 પાર ન કરે એના માટે વિરોધ પક્ષોએ આકાશ પાતાળ એક કર્યું હતું.આ પક્ષોનો વિચારધારા કે કોઈ મન મેળ નથી. છતાં પણ એ સફળ ના રહ્યા.અને આજે નરેન્દ્ર મોદી ત્રીજી વખત અન્ય સાથી પક્ષોના સહયોગથી પ્રધાનમંત્રી બન્યા છે.હાઉસની અંદર વિરોધ પક્ષોએ સૂચનો કરવા જોઈએ તેને બદલે ટીકા ટીપાણીમાં ઊતરી પડ્યા.નરેન્દ્ર મોદીની અને પાર્ટીની ટીકા ટિપ્પણી કરી.ધર્મનું કોઈ પ્રકારનું જ્ઞાન નથી એવા લોકો મહાદેવ નો ફોટા લઈને હાઉસમાં આવી ગયા.હાઉસના નિયમો મૂકીને હાઉસમાં આડેધડ બોલ્યા. એમ જણાવી રાહુલગાંધી ને આડે હાથે લીધા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!