google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, April 16, 2024
HomeGujaratઆપ - કૉંગેસના ગઠબંધન સામે સાંસદ મનસુખ વસાવાનું મોટુ નિવેદન : ભાજપને...

આપ – કૉંગેસના ગઠબંધન સામે સાંસદ મનસુખ વસાવાનું મોટુ નિવેદન : ભાજપને ગઠબંધનની કોઈ અસર નહિ થાય

- કરેલા કામો અને સંગઠનના આધારે ૫ લાખના મતની લીડથી ભરૂચ બેઠક ભાજપા જીતશે : સાંસદ મનસુખ વસાવા - કોંગ્રેસના તમામ કાર્યકર્તા અને જે દાવેદાર હતા મુમતાઝ પટેલ પણ નારાજ થયા છે

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

ગુજરાતની ૨૬ લોકસભા ચૂંટણીમાં ભરૂચ લોકસભાની બેઠક હાલ સૌથી વધુ ચર્ચામાં છે.એક તરફ ભરૂચના વર્તમાન સાંસદ મનસુખ વસાવા સાતમી વાર ભાજપા તરફથી ચૂંટણી લડવા તૈયાર છે તો બીજી તરફ ડેડીયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવા નું નામ ભરૂચ બેઠક પર જાહેર થઈ ગયું છે તો ખાસ કરીને આપ અને કોંગ્રેસના ગઠબંધનની ચર્ચા સામે કૉંગેસના દાવેદાર ઉમેદવાર મુમતાઝ પટેલ નારાજ થયા છે.ત્યારે સાંસદ મનસુખ વસાવાની પ્રતિક્રિયા સામે આવી છે.પુરા આત્મવિશ્વાસ સાથે મનસુખ વસાવાએ જણાવ્યું છે ગઠબંધનથી ભાજપાને કોઈ ફેર નથી પડવાનો ભરૂચની બેઠક પર ભાજપાનો જે પણ ઉમેદવાર હશે તે પાંચ લાખ મતોથી જીતશે.

આપ અને કોંગ્રેસનું ગઠબંધન થયું અને ભરૂચ લોકસભા બેઠક પર જે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને આપે જાહેર કર્યા છે.જે હવે ભરૂચ લોકસભા માત્ર ભાજપ સામે લડશે અને કોંગ્રેસ એમનો કોઈ ઉમેદવાર નહિ ઉભો રાખે જે બાબતે હાલ કોંગ્રેસ ના તમામ કાર્યકર્તા અને જે દાવેદાર મુમતાઝ પટેલ જેવો પણ નારાજ થયા છે.ત્યારે આ તમામ બાબતે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મીડિયાને પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે કોંગ્રેસ તૂટી ગઈ છે.આપ પ્રાદેશિક પાર્ટી છે જેનો કોઈ જનાધાર નથી અને ભરૂચ લોકસભાની સીટ લઈ કોંગ્રેસ આપ નું ઘણા સમય સુધી ઈલું ઈલું ચાલ્યું, પણ કોંગ્રેસ સાથે સમાધાન થઈ ગયું,પણ કેટલું સમાધાન થાય જે આગળનો સમય બતાવશે જોકે ભાજપને બન્નેના ગઠબંધનની કોઈ અસર નહિ થાય. અને કરેલા કામો અને સંગઠનના આધારે ૫ લાખના મતની લીડથી જીતીશું.ભરૂચ સીટ તેમજ રાજ્યની તમામ સીટ જીતીશુ,જોકે જેવો નારાજ થયા છે સ્વાભાવિક છે કારણ કે મુમતાઝ બેન સાથે અન્યાય થયો છે અને તેઓ કોંગ્રેસના મજબૂત નેતા છે પણ બીજેપી પોતાની તાકતથી આ સીટ જીતવાની છે. જોકે આજે ગઠબંધન ને લોક ચર્ચા થઈ રહી છે કે મુમતાઝ પટેલ ભાજપમાં આવશે જેને લઈ સાંસદે કહ્યું કે ભાજપ ની વિચારધારાને સમજી જેને આવવું હોય તે ભાજપમાં આવી શકે આપની યાત્રા અત્યારે ચાલે અમે લોકસભાની તમામ સીટ જીતવા આગળ વધી રહયા છીએ.બીજેપીના કોઈ પણઉમેદવાર આવે અમે જીતીશુ થાય મુમતાઝ બેન ભાજપમાં આવે એ પાર્ટી નો વિષય પરંતુ મારા માનવા મુજબ પણ તે આવે એ લાગતું નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!