google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Sunday, April 14, 2024
HomeGujaratમુહમ્મદ તૌસીફ નેકીએ રાષ્ટ્રીયકક્ષાનો કરાટે ચેમ્પિયનશિપ અને ગુજરાત ખેલ મહાકુંભમાં સિલ્વર મેડલ...

મુહમ્મદ તૌસીફ નેકીએ રાષ્ટ્રીયકક્ષાનો કરાટે ચેમ્પિયનશિપ અને ગુજરાત ખેલ મહાકુંભમાં સિલ્વર મેડલ મેળવ્યો

- ભરૂચ વેલ્ફર સ્કૂલ તથા ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું : ૨૦૩૬ ઓલમ્પિક માં ભારત દેશ નું પ્રતિનિધિત્વ કરી કરાટેમાં સ્વર્ણ પદક અપાવે ઈચ્છા

ભરૂચ,
નિહોન શોટોકન કરાટે એસોસિએશન કે જે કરાટે ઈન્ડિયા ઓર્ગેનાઈઝેશન અને કરાટે ડો.ફેડરેશન – ગુજરાત દ્વારા પ્રમાણિત છે.આ વર્ષ દરમ્યાન ૧૩ મું રાષ્ટ્રીય કરાટે ચેમ્પિયનશિપ તારીખ ૨૬ જાન્યુઆરી ૨૦૨૪ થી ૨૮ જાન્યુઆરી ૨૦૨૪ દરમિયાન ગુજરાત રાજ્યમાં આણંદ ખાતે સ્પર્ધામાં સિલ્વર મેડલ મેળવ્યો હતો.ઉપરાંત જિલ્લા સ્તરએ તપોવન કૉલેજ,ભરૂચ ખાતે યોજાયેલ ખેલ મહાકુંભ કરાટે અંદર-૧૪ માં પણ મુહમ્મદ તૌસીફ નેકી એ બીજો ક્રમાંક મેળવીને ભરૂચ વેલ્ફર સ્કૂલ તથા ભરૂચ જિલ્લાનું નામ રોશન કરેલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, મુહમ્મદ તૌસીફ નેકીના પિતા પણ રમત-ગમત ક્ષેત્ર સાથે જોડાયેલ વ્યક્તિ છે તેમજ તેઓએ શૂટિંગમાં પણ ઘણા મેડલ મેળવી ભરૂચ જિલ્લાનું નામ રોશન કરેલ હતું.મુહમ્મદ તૌસીફ નેકી આ મેળવેલ સિદ્ધિ નો શ્રેય સૃષ્ટિના સર્જન કરનાર પછી પોતાના જીવનમાં અમૂલ્ય યોગદાન આપનાર માતા – પિતા અને સફળતાઓ માટે સક્ષમ બનાવનાર ભરૂચ વેલ્ફર સ્કૂલ ને આપે છે.
મુહમ્મદ તૌસીફ નેકી નું સ્વપ્ન છે કે ૨૦૩૬ ઓલમ્પિક માં ભારત દેશ નું પ્રતિનિધિત્વ કરી કરાટેમાં સ્વર્ણ પદક અપાવે અને ભરૂચ જિલ્લા સહિત ગુજરાતનું નામ રોશન કરે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!