google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Monday, December 9, 2024
HomeCrimeમુજે ગુસ્સા આયા થા તો મેને મમ્મી કો ચાકુ સે માર દિયા...

મુજે ગુસ્સા આયા થા તો મેને મમ્મી કો ચાકુ સે માર દિયા : હત્યારો દીકરો સિધાન્ત બેડવાલ (ચૌધરી)

- અંકલેશ્વરમાં દીકરાએ જ માતાનું ઢીમ ઢાળતા ચકચાર - ઘરમાં પિતાની ગેરહાજરીમાં દીકરાને ગુસ્સો આવ્યો અને માતાને ચપ્પુના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી - માતાએ દીકરાને જન્મ આપ્યો અને ૨૭ વર્ષનો કર્યો તે જ જનેતાને દીકરાએ મોતને ઘાટ ઉતારી : પોલીસે અટકાયત કરી તપાસ હાથધરી

ભરૂચ,
ભરૂચ જીલ્લામાં હત્યાના અનેક કિસ્સો સામે આવે છે.અંકલેશ્વર પંથક માંથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે જેમાં દીકરાને ગુસ્સો આવતા એર સોફા ઉપર બેસી ટીવી જોતી સગી માં ને ગળાને ભાગે ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી ટ્રાન્સપોર્ટની ઓફિસમાં રહેલા પિતાને જાણ કરી ઘરે બોલાવતા પત્નીનો બેડરૂમમાં લોહીથી લથપઠ મૃતદેહ જોઈ ચિંતામાં મુકાયા હતા અને પત્નીની હત્યા કરનાર દીકરાએ હત્યા કરતા તેની સામે હત્યાનો ગુનો દાખલ કરાવતા પોલીસે તેની અટકાયત કરી વધુ તપાસ હાથધરી હતી.
અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકમાં પત્નીની હત્યા પ્રકરણમાં દીકરાએ જ માતાની હત્યા કરી હોવાના મુદ્દે પિતાએ ફરિયાદ નોંધાવી છે.જેમાં મૃતકના પતિએ ફરિયાદમાં આક્ષેપ કર્યા છે કે હું ટાન્સપોર્ટનો વ્યવસાય કરું છું અને ગતરોજ હું ધંધા ઉપર હતો તે વેળા મારા દીકરા સિધાન્તનો ફોન આવેલો અને કહેલ પપ્પા મમ્મી બુલા રહી હે જલ્દી ઘર આ જાવ તો મેને સિધાન્ત કો મમ્મી સે બાત કારણેકે લઈએ બોલા તો ઉસને બોલા કી મમ્મી બાથરૂમ મેં હે તેવું કહેતા જ ફરિયાદી ઘરે પહોંચી ગયા હતા અને ફરિયાદીનો દીકરો ઘરના મેન રૂમના સોફા ઉપર બિન્દાસ બિરાજમાન હતો.ફરિયાદી એ પૂછ્યું તુમ્હારી માં કહા હે તો દીકરો તેના પિતાને બેડરૂમમાં લઈ જતા જ એર સોફા ઉપર ઈન્દ્રાવતી લોહીથી લથપઠ પડી હતી અને દીકરાને પૂછ્યું તો કહ્યું કે મુજે ગુસ્સા આયા થા તો મેને મમ્મી કો ચાકુ કે માર દિયા તેવું કહેતા જ પિતાની પણ પગ તળે જમીન ખસી ગઈ હતી.
બનાવ સંદર્ભે પત્ની ઈન્દ્રાવતી બેડવાલ (ચૌધરી) ની હત્યા મુદ્દે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસને જાણ કરતા સ્થળ ઉપર દોડી આવી પોલીસે હત્યારા દીકરા સિધાન્ત રણસિંહ બેડવાલ (ચૌધરી) ની પોતાના ઘર માંથી ઘરપકડ કરી હતી અને મૃતક નો કબ્જો મેળવી પોસ્મોર્ટમ અર્થે ખસેડી નવા કાયદા મુજબ હત્યારા દીકરા સિધાન્ત સામે ભારતીય ન્યાય સંહિતા એક્ટ ૧૦૩(૧) મુજબ ગુનો દાખલ કર્યો હતો.

  • ચા બનાવવા મુદ્દે ગુસ્સો આવ્યો અને મમ્મીને દીકરાએ ઉપરા છાપરી ચપ્પુના ઘા ઝીંકી દીધા
    કહેવાય છે ને કે માનવીને ગુસ્સો કંટ્રોલ કરવો અને ગુસ્સામાં કંઈક કરી નાંખવું અને ગુસ્સો ઉતર્યા બાદ તેનો અહેસાસ થવો અનેક વાર અફસોસ અપાવે છે આવો જ એક અફસોસ માતાની હત્યા પછી દીકરાને થયો છે.જેમાં ચા બનાવવા મુદ્દે દીકરાએ પોતાની સગી માં ઉપર ચપ્પુના ઉપરા છાપરી ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી હતી અને ગુસ્સો ઉતર્યા પછી હત્યારા દીકરાને થયું આ મેં શું કરી નાખ્યાનું ભાન થતા પિતાને તાત્કાલિક ઘરે બોલાવી માતાની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી.
  • 3 દિવસમાં વધુ એક પરિવાર વિખેરાય ગયું
    ભરૂચ રેલવે સિનિયર સેક્શન એન્જીનીયરની પત્નીએ ગળે ફાંસો ખાઈ લેતા પતિએ પણ દીકરાની હત્યા કરી પોતે રેલવે ટ્રેક ઉપર પડતું મૂકી આપઘાત કરી લીધો હતો.તેવી જ રીતે વધુ એક પરિવાર અંકલેશ્વરમાં વિખેરાયો છે.જેમાં દીકરાએ જ સગી માં નું ઢીમ ઢાળી દેતા મૃતકના પતિએ હત્યારાના પિતાએ દીકરા સામે હત્યાની ફરિયાદ નોંધાવતા હત્યારા દીકરાની ઘરપકડ કરવામાં આવી હતી.જેના કારણે 3 દિવસમાં જ વધુ એક પરિવાર વિખેરાયું છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!