google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, April 16, 2024
HomeGujaratનેશનલ હાઈવે પરના મુલદ ટોલટેક્સ પ્લાઝાનું ૧.૮૫ લાખનું વિજબીલ નહિ ભરાતા હાઈવે...

નેશનલ હાઈવે પરના મુલદ ટોલટેક્સ પ્લાઝાનું ૧.૮૫ લાખનું વિજબીલ નહિ ભરાતા હાઈવે પર અંધારપટ છવાયો

- બે માસથી વધુ સમયથી વિજબીલના નાણા બાકી હોઈ ઝઘડિયા વીજ કંપનીએ વીજ જોડાણ કાપ્યું - બ્રીજો પર હાઈમાસ્ટ સહિતની લાઈટો બંધ થતા અંધારપટ છવાયો

(જ્યશીલ પટેલ,ઝઘડીયા)

થોડા સમય પેહલા ભરૂચ નગરપાલિકાનું વિજબીલ બાકી પડતા શહેરીજનોએ અંધારપટનો સામનો કર્યો હતો ત્યારે હવે નેશનલ હાઈવે નંબર ૪૮ ઉપર ઝઘડિયા તાલુકાની હદ વિસ્તારમાં આવતા મુલદ ટોલ ટેક્સ પ્લાઝાનું ૧.૮૫ લાખનું વિજબીલ બે માસથી વધુ સમયથી બાકી પડતા ઝઘડિયા દક્ષિણ ગુજરાત વીજ કંપનીએ કાપી નાખતા ટોલટેક્સ પ્લાઝા નજીકની હાઈમાસ્ટ સહિતની અન્ય લાઈટો પાછલા ૪ દિવસોથી બંધ થઈ જતા નેશનલ હાઈવે પરજ અંધારપટ છવાયો હતો.આ અંગે નવગુજરાત સમયે ઝઘડિયા દક્ષિણ ગુજરાત વીજ કંપનીના નાયબ ઈજનેર એ.ડી.પરમારનો સંપર્ક કરતા જણાવ્યું હતું કે ટોલ ટેક્સ પ્લાઝાનું વિજબીલ સમયસર નહિ ભરાતા તેમને જાણ કરવામાં આવી હતી.છતાં બાકી વિજબીલના નાણા નિયમો અનુસાર નહિ ભરવામાં આવતા ટોલટેક્સ પ્લાઝાનું વીજજોડાણ ૩ દિવસો પેહલા કાપી નાખવામાં આવ્યું છે.બીજી બાજુ ઝઘડિયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ ધનરાજ વસાવાએ જણાવ્યું હતું કે પાછલા ૪ દિવસોથી ટોલટેક્સ નજીકના બ્રીજો તેમજ ટોલટેક્સ નજીક અંધારપટ નજરે પડતા તેની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે કોઈક મેન્ટેનન્સના કારણોસર લાઈટો બંધ છે.પરંતુ હકીકત કંઈક અલગ જ બહાર આવી હતી ટોલટેક્સ પ્લાઝાનું વીજબિલ બાકી હોય તે માટે હાઈવે પર અંધારું છવાયું દેખવા મળ્યું હતું.ઝઘડિયા તાલુકા કોંગ્રેસ પ્રમુખે વધુમાં જણાવ્યું હતું કે ટોલટેક્સ પ્લાઝાના સત્તાવારાઓ વાહનોનો ટેક્સ વસુલેછે તો સુવિધાઓ પણ પૂરતી આપવી જોઈએ ઝઘડિયાથી મુલદ નેશનલ હાઈવે પર આવતા બ્રિજની લાઈટો પણ બંધ થઈ જતા અંધારાના કારણે વાહન ચાલકોને અક્સમાત થવાનો ભય સતાવી રહ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!