(સંજય પટેલ,જંબુસર)
જંબુસર નગરપાલિકા દ્વારા સેવા સેતુ કાર્યક્રમ જંબુસર રેફરલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં ધારાસભ્ય ડી કે સ્વામીની ઉપસ્થિતિમાં યોજાયો હતો.જેમાં મામલતદાર વિનોદ પરમાર,નગરપાલિકા પ્રમુખ અમિષાબેન શાહ,માજી ધારાસભ્ય કિરણભાઈ મકવાણા,શહેર પ્રમુખ ચંદ્રકાંતભાઈ પટેલ,સીઓ મનનભાઈ ચતુર્વેદી,જિલ્લા મંત્રી કૃપાબેન દોશી,મહામંત્રી કૌશલ્યાબેન દુબે,પંકજભાઈ પટેલ, અધિક્ષક ડોક્ટર કેતકી શાહ,ડોક્ટર એ એ લોહાણી,સહિત ઉપસ્થિત રહ્યા હતા.ઉપસ્થિતો દ્વારા દીપ પ્રાગટ્ય કરી સ્વાગત પ્રવચન નગરપાલિકા સીઓ દ્વારા કરાયું હતું.
ભારત સરકાર તથા ગુજરાત સરકારની વિવિધ યોજનાઓના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા છેવાડાના માનવી સુધી વિવિધ યોજનાઓની પાત્રતા ધરાવતા તમામ લાભાર્થીઓને લાભ મળી રહે અને પ્રજા લક્ષી કલ્યાણકારી યોજનાઓનો વ્યાપ વધુને વધુ લોકો સુધી પહોંચે,વહીવટમાં પારદર્શિતા વધે, અને વ્યક્તિલક્ષી રજૂઆતોનો ઝડપી ઉકેલ આવે તે માટે જંબુસર રેફરલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં નગરપાલિકા કક્ષાનો નવમો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં એસટી, આઈસીડીએસ,જીઈબી,જિલ્લા ઉદ્યોગ, સમાજ કલ્યાણ,પશુપાલન, આરોગ્ય, ગુમાસ્તાધારા, નગરપાલિકા જન્મ મરણ,વેરા સહિતની શાખાના અધિકારીઓ કર્મચારીઓ હાજર રહી લાભાર્થીઓને લાભ આપવા કટિબદ્ધ બન્યા હતા.
ધારાસભ્ય ડી કે સ્વામીએ જણાવ્યું હતું કે નવમો સેવા સેતુ ચાલી રહ્યો છે.ત્યારે વિશ્વ નેતા નરેન્દ્ર મોદીના સંકલ્પથી મારો સંકલ્પ વિકસિત ભારત સંકલ્પ સાથે ગામડે ગામડે છેવાડાના માનવી સુધી રથ ફરીને સરકારી યોજનાનો લાભ લીધા વિના રહી ન જાય તેવા ભગીરથ પ્રયાસો કરવામાં આવ્યા અને લાભાર્થીઓએ લાભ લીધો હતો.આપણે ભાગ્યશાળી છે.દિલ્હીમાં બેઠા બેઠા છેવાડા ના માનવીની ચિંતા કરે છે.ઘરે બેઠા ગંગા આવેલી છે,તો આ 300 ઉપરાંત સરકારી યોજનાઓ અમલમાં છે.તેનો લાભ લેવા અપીલ કરી તથા દરેક વિભાગના કર્મચારીઓને કેમ્પ સમય દરમિયાન હાજર રહેવા ટકોર કરી હતી. આપણે બધા વસુદેવ કુટુંબકમની ભાવનાથી સાથે મળી દેશના વિકાસમાં, દેશને વિશ્વ ગુરુ બનાવવા સાથે રહેવા અપીલ કરી હતી. આભાર વિધિ લકધીરભાઈ જાંબુ દ્વારા કરવામાં આવી હતી.