google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Sunday, April 14, 2024
HomeGujaratજંબુસર બીએપીએસ સ્વામિનારાયણ નગર પ્રદર્શનનો લાભ લેતા મુસ્લિમ સમાજના અગ્રણીઓ

જંબુસર બીએપીએસ સ્વામિનારાયણ નગર પ્રદર્શનનો લાભ લેતા મુસ્લિમ સમાજના અગ્રણીઓ

(સંજય પટેલ,જંબુસર)
જંબુસર બીએપીએસ મંદિર નો દ્વિ દશાબ્દી મહોત્સવની ધાર્મિક અને ભવ્યતા રીતે ઉજવણી કરવામાં આવી હતી.સ્વામિનારાયણ નગરમાં વિવિધ પ્રદર્શન સંતો મહંતોના વરદ હસ્તે ખુલ્લા મુકવામાં આવ્યા હતા.જંબુસર ખાતે યોજાયેલ પ્રદર્શનનો જંબુસર નગરના મુસ્લિમ સમાજ અગ્રણીઓ તથા આમોદ નગરપાલિકા પ્રમુખ જલ્પાબેન પટેલે લાભ લઈ પ્રદર્શન નિહાળ્યું હતું.અત્યાર સુધીમાં અંદાજિત 48000 ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી.
જંબુસર બીએપીએસ મંદિર પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે સ્થાપના કરી ભક્તોના હૃદયમાં મંદિરનું મહત્વ સ્થાપિત કરેલું જેને 20 વર્ષ પૂર્ણ થતા હોય,મહોત્સવની સંતો મહંતોની ઉપસ્થિતિમાં ભવ્ય ઉજવણી કરી અને સ્વામિનારાયણ નગર પ્રદર્શનનો પ્રારંભ કરી ભક્તો માટે ખુલ્લુ મુકાયો હતો.જંબુસર મુસ્લિમ સમાજ અગ્રણીઓ સૈયદ ઈમ્તિયાઝ (ભુરીયા બાપુ), શાકીર કાઝી,શાકીરભાઈ મલેક,જાવીદભાઈ તલાટી,આરીફ સમદ સહિત ઉપસ્થિત રહી શાસ્ત્રીજી મહારાજ,યોગીજી મહારાજ,પ્રમુખસ્વામી મહારાજ,મહંત સ્વામી મહારાજ જંબુસર પધાર્યા તે સમયની અલભ્ય તસવીર પ્રદર્શન,પ્રમુખસ્વામી મહારાજની 400 કિલો વજનની મૂર્તિ, ચલો તોડ દે બંધન, સહિત જીવન ઉત્કર્ષના પ્રદર્શન નિહાળી આનંદ અનુભવ્યો હતો.પ્રમુખસ્વામી મહારાજે કરેલા કાર્યોને બિરદાવી સ્વામિનારાયણ સંપ્રદાય વિશ્વમાં ફેલાયેલો અને દરેક જ્ઞાતિ, જાતિના ભેદભાવ વગર સાથે રાખી કાર્ય કરે છે. તથા આજના વ્યસન મુક્તિ વિડીયો દર્શનથી પ્રભાવિત થયા હતા અને સૌનો આભાર વ્યક્ત કર્યો હતો તેમજ હિન્દુ મુસ્લિમ એકતા અને ભાઈચારાના દર્શન કરાવ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!