(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકામાં આવેલ તાલુકા મથક તિલકવાડા ગામમા નલ સે જલ યોજના છેલ્લા એક વર્ષથી અમલી બની હોવા છતાં સદંતર નિષ્ફ્ળ ગઈ છે.કેન્દ્ર સરકારની નલશે જલ યોજના દ્વારા ઘરે ઘરે નળદ્વારા પીવાનું શુદ્ધ પાણીની યોજના તિલકવાડા ગામમા તો આવી પણ આ યોજના આશીર્વાદરૂપ થવાને બદલે ગ્રામજનો માટે શ્રાપરૂપ પુરવાર થઈ છે.છેલ્લાં છ મહિનથી ગ્રામજનો ફરિયાદ કરીને થાક્યા છતાં પરિણામ શૂન્ય છે.આ ગામમા કોન્ટ્રાકટરો અને અધિકારીઓની મિલીભગતને કારણે ગામના લોકોને પીવાનું પૂરતું શુદ્ધ પાણી નસીબ નથી થતું. ઠેર ઠેર લીકેજ હોવાને કારણે ગામમા પાણી ફરી વળ્યાં છે.
ગ્રામજનોની ગંભીર ફરિયાદ એ છે કે વાસ્મો દ્વારા 1.82 કરોડ ના ખર્ચે ગામને પીવાનું શુદ્ધ પાણી મળે તેં હેતુસર આ યોજના મંજૂર કરેલી યોજનામાં તકલાદી કામોથયાં છે.કોન્ટ્રાકટર દ્વારા આપવામાં આવેલ કામો તકલાદી કામો જ્યારથી ચાલુ કર્યાં છે.ત્યારથી આખા ગામમાં ઘરે ઘરે નળના પાણી લીકેજ થાય છે.એટલું જ નહીં આ નળ ના પાણી આખા ગામમા ફરી વળે છે.ગામના રોડ નદી પટમાં ફેરવાઈ જાય છે.
ગ્રામજનોના જણાવ્યા અનુસાર ઘણા ઘરોમાં તો હજી લોકોને નળના કનેકશન જ નથી મળ્યાં! 90%ઘરોમાં ચોકડી નથી બનાવાઈ.નળની પાઇપો હલે છે. કેટલાક ના ઘરોમાંતો નળ સાથે પાઇપ જ હાથમાં આવી ગઈ છે.તો કેટલાક ઘરોના તો નળની પાઈપ જ તૂટી ગયેલી જણાતા લોકોએ રબરની પાઇપ જોડીને ઘરોમાં પાણી લઈ હતાં ઠેર ઠેર પાણી લીકેજ થઈ રહ્યું હોવાનું રિયાલિટી ચેક કરતા ગામમા જલ સે નલ યોજના નિષ્ફ્ળ ગયેલી જણાતી હતી.
ગામના આગેવાન ભાઈલાલ ભાઈ પરમાર ના જણાવ્યા અનુસાર નળના કામોમાં વેઠ ઉતારાઈ છે.સ્ટેન્ડની આજબાજુ આરસીસી ભરવામાં આવેલ નથી.હલકી કક્ષાની પાઈપો વાપરવામાં આવી છે.વાસ્મોના અધિકારીઓ ની મીલીભગતને કારણે વારંવાર રજુઆત છતાં કોઈ પણ જાતની તપાસ કરતા ન હોવાનું જણાવ્યું છે.જેને કારણે આખા ગામમા પાણી વાસ્મોના અધિકારીઓની મીલીભગતને કારણે વારંવાર રજુઆત છતાં કોઈ પણ જાતની તપાસ કરતા નથી.
ગ્રામજનોએ સમગ્ર પ્રકરણની ન્યાયી તપાસ કરી જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાકટર તેમજ પાણી સમિતિના સભ્યો સામે કાર્યવાહી કરી નવેસરથી નળ, પાઈપ વ્યવસ્થિત ફિટ કરી પાણી લીકેજ ના થાય અને દરેક ઘરમાં પીવાનું શુદ્ધ પાણી મળે એવી માંગ ગ્રામજનો કરી રહ્યા છે.
ગ્રામજન કિરણભાઈ વણકર જણાવે છે કે મારાં ઘરમાં જે નળ નાખેલા છે તે બધાં ઢીલા છે, હલે છે અને પાણી લિકેજ થાય છે.કોઈ ચોકડી બનાવેલ નથી.અમારા આંબેડકર ફળીયામાં બધાંના જ ઘરોમાં આવી હાલત છે.પાણી જયારે છોડે છે ત્યારે લીકેજ થાય છે.
ગામની મહિલા ચંદાબેને જણાવ્યું હતું કે મારાં બન્ને ઘરમાં નળ કનેકશન જ મુકાયા નથી અમારે જુના નળનું પાણી પીવું પડે છે.ગંદુ પાણી આવે છે.બીમાર પડે તો કોણ જવાબદાર?
ગ્રામજન જશુભાઈ પરમારે આક્રોશ સાથે જણાવ્યું હતું કે અમારા તિલકવાડા તાલુકામાં કરોડોના ખર્ચે બનાવેલ જલસે નલ યોજનામાં તકલાદી કામો થયાં છે.લીકેજ થવાથી પૂરતું પાણી આવતું નથી. ઉપર ઉપર કામ કરેલ છે.આ કામ માં કોન્ટ્રાકટર અને મિલીભગતને કારણે ભ્રષ્ટાચાર થયાંનો આક્ષેપ કર્યો હતો.
જેતુનબેને પોતાના વિસ્તારના વરવા દ્રશ્યો બતાવતા આક્રોશ સાથે જણાવ્યું હતું કે ચોકડી બનાવી નથી, નળ નીકળી જાય છે અમારે અમારા ખર્ચે રબરની પાઈપો લગાવવી પડી છે.બધું પાણી લીકજ થાય છેત્રણ જગ્યાએથી પાણી નીકળે છે.ગટર બની ગઈ છે ગંદકી થાય છે બીમાંર પડે તો કોણ જવાબદાર?કામ બરાબર નથી કર્યું.
તો લક્ષ્મીબેન જણાવે છે જ્યારથી લાઈન નાખી છે ત્યારથી પાણી જ નથી આવતું બધી પાઈપો ફાટી ગઈ છે.કામ બરાબર નથી કર્યું.
આ અંગે વાસ્મોના અધિકારી વિનોદ પટેલે આ કામગીરીનો દોષ કોન્ટ્રાકટર પર ઢોળતા જણાવ્યું હતું કે પાઈપલાઈનની ટેસ્ટિંગની કામગીરી હજી કોન્ટ્રાક્ટર પૂરી કરી નથી જે એની જવાબદારી છે. ફાઈનલ બિલ કરવાનું હજુ બાકી છે. કામ પૂરું કર્યું નથી.નળો લગાવી તો દીધાં પણ ફિલ્ટરવાળું પાણી હજી આપવાનું બાકી છે.પાણી સમિતિને જે કામગીરી બાકી છે તે બાબતે સૂચના આપવા છતાં કામ કરતા નથી.પાણી સમિતિ દ્વારા વર્ક ઓર્ડર આપવામાં આવે છે.જે કામગીરી કોન્ટ્રાકટર કામ ના કરતા હોય એમને લેખિત આપવાનું હોય છે પણ આપતાં નથી.એમાં કોન્ટ્રાકટર ની નિષ્કાળજી હોવાનું સ્પષ્ટ અધિકારીએ કબૂલ્યું હતું.પાણી સમિતિએ પણ એમની સામે પગલાં લેવાની જરૂર છે. આ બાબતે વહીવટદારને સૂચના આપી છે.ટેસ્ટિંગની કામગીરી પૂર્ણ થયાં પછી પાણી આવતું થઈ જશે.ફરીથી કોન્ટ્રાકટરને નોટિસ આપું છું અને એવી પણ ચીમકી આપી છે કે જોકે સમય સર સત્વરે ટેસ્ટિંગની કામગીરી પૂર્ણ નહીં કરે તો કોન્ટ્રાકટર સામે નિયમ અનુસાર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની ચીમકી પણ આપી છે.