(ગણપત મકવાણા,દાહોદ)
પંચમહાલ અને મહીસાગર જીલ્લાના સમાજના બનેલ બિરસા મુંડા આદિવાસી સમાજ ભવન દ્વારા આદિવાસી સમાજનું લગ્ન માટેનું જે બંધારણ નક્કી કરવામાં આવેલ છે.તેના આધારે આજરોજ તા.૨૫ ફેબ્રુઆરી ૨૦૨૪ ના રોજ ઝાલોદ તાલુકાના કદવાળ “નાળ પંચાયત” દ્વારા ગામના તમામ વડીલો, યુવાનો, આગેવાનો, સરપંચ તથા ઉપસરપંચ અને તમામ સભ્યોની હાજરીમાં ગ્રામસભામાં ઠરાવ કરી લગ્ન બંધારણ નક્કી કરવામાં આવ્યુ છે.તેમાં ભૂતકાળમાં જે દહેજ પ્રથા હતી અને લગ્નમાં ખોટા ખર્ચા જે થતા હતા તે બાબતે ઉંડી ચર્ચાઓ કરવામાં આવી હતી.તમામ વડીલો, યુવાનોએ દહેજ અને તેમાં લેવાતા સોનુ, ચાંદી કેટલું રાખવુ તે બાબતે પ્રશ્નોત્તરી કરીને જે ખોટો ખર્ચો થાય છે.તેના ઉપર કાપ મુકવા સૌની હાજરીમાં આજનુ આ લગ્ન બંધારણ નક્કી કરવામાં આવ્યુ છે.તે બંધારણની કોપી નીચે મુજબ ઠરાવ કરીને સરપંચ ના લેટરપેડ ઉપર મૂકવામાં આવેલી છે જે હવે પછી તમામને નાળ પંચાયતમાં માન્ય રહેશે અને હવે પછી “નાળ પંચાયત”માં ઘણા બધા ખોટા રીવાજો ઉપર કાપ મુકવામાં આવ્યો છે અને તેનું બંધારણ નક્કી થયુ છે,જેનો તમામે અમલ કરવો.આ કાર્યક્રમમાં ગામના સૌ વડીલો, આગેવાનો,યુવાનો,નિવૃત્ત કર્મચારીઓ, ચૂંટાયેલા સભ્યો,સરપંચ,ઉપસરપંચ સહિત તમામ હાજર રહ્યા હતા.તેથી આજના આ કાર્યક્રમમાં સમાજનું લગ્ન બંધારણ બનાવવામાં સફળતા મળી હવે તેનો અમલ ફરજીયાત પણે કરવાનો રહેશે.