google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Monday, July 15, 2024
HomeGujaratવાગરા તાલુકાના એક ગામની ૧૨ વર્ષની સગીરા ઉપર દુષ્કર્મ આચરનાર નરાધમને ૨૦...

વાગરા તાલુકાના એક ગામની ૧૨ વર્ષની સગીરા ઉપર દુષ્કર્મ આચરનાર નરાધમને ૨૦ વર્ષની સખ્ત કેદની સજા

- ૧ લાખ રૂપિયાનો દંડ તેમજ ભોગ બનનાર સગીરાને ૪ લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો હુકમ : નરાધમ મનીષ જ્યંતી વસાવા સગીરાને લગ્નની લાલચે ભગાડી દુષ્કર્મ કરતા ગુનો દાખલ થયો હતો

ભરૂચ,
ભરૂચ જીલ્લાના વાગરા તાલુકાની ૧૨ વર્ષની સગીરા ગુમ થઈ હોય તપાસ દરમ્યાન વાતરસા ગામનો યુવક ભગાડી લઈ જઈ સગીરા સાથે અમદાવાદમાં દુષ્કર્મ કર્યું હોવાના પ્રકરણમાં પોલીસે નરાધમની ઘરપકડ કરી ગુનો દાખલ કર્યો હતો.જે કેસ નામદાર પોક્સો કોર્ટમાં ચાલી જતા તમામ પુરાવાને ધ્યાને રાખી આરોપીને ૨૦ વર્ષની સખ્ત કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે.
સમગ્ર બનાવની વિગત એવી હતી કે વાગરા ગામની ૧૨ વર્ષની સગીરાને આમોદ તાલુકાના વાતરસા ગામનો યુવક મનીષ જ્યંતી વસાવા ગત તારીખ ૦૮-૧૦-૨૦૧૯ ના રોજ લગ્નની લાલચ આપી સગીરાને પતાવી ફોસલાવી વાલી પણા માંથી ભગાડી ગયો હતો અને મનીષ વસાવા જયારે પણ સગીરાને મળતો ત્યારે કહેતો કે હું તારી સાથે લગ્ન કરીશ.એવું વારંવાર કહી સગીરાના ઘરના બધા સભ્યો બોડેલી ગયેલા ત્યારે મનીષ વસાવાએ સગીરાને કહેલ કે આપણે ભાગી જઈએ હું તારી સાથે લગ્ન કરીશ.તું જલ્દી સલાદરા આવી જા જેથી સગીરા બસમાં બેસી સલાદરા ગયેલ અને મનીષ તેણીને ત્યાંથી લઈ અમદાવાદ સંબંધીના ઘરે રાખી સગીરા ઉપર દુષ્કર્મ કરી મનીષ તેણીને પરત તેના ગામ મૂકી આવેલ અને આ બાબતે પોલીસે મનીષ ના કબ્જા માંથી સગીરાને છોડાવી તેની સામે અપહરણ,દુષ્કર્મ,પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરી મેડિકલ પરીક્ષણ કરાવી કાર્યવાહી કરી હતી.
સમગ્ર ગંભીર પ્રકારના ગુનાનો કેસ નામદાર પોક્સો કોર્ટના જજ સાહેબ ઈ એમ શેખની કોર્ટમાં ચાલી જતા સરકાર તરફે મદદનીશ સરકારી વકીલ જી વી વ્યાસનાઓએ હાજર થઈ મેડિકલ રિપોર્ટ,સાહેદોનાં નિવેદનો,એફએસએલ રિપોર્ટ સહિતના આધાર પુરાવા રજુ કરી ધારદાર દલીલો કરતા નામદાર પોક્સો કોર્ટ દ્વારા તમામ પુરાવા સાક્ષીઓને ધ્યાને રાખી આરોપી મનીષ જ્યંતી વસાવાને ૨૦ વર્ષની સખ્ત કેદની સજા,૧ લાખ રૂપિયાનો દંડ તેમજ ભોગ બનનાર સગીરાને ૪ લાખ રૂપિયાનું વળતર પેટે ચૂકવવાનો હુકમ કરતા લંપટીયાઓમાં ખળભરાટ મચી ગયો છે.
સોશ્યલ મીડિયાના જમાનામાં ઘણી વખત સગીરાઓ યુવકના પરિચયમાં આવતા યુવક ઉપર વિશ્વાસ હોય તેમ ભગાડી જતા હોય છે પરંતુ સગીરા જ્યાં સુધી ૧૮ વર્ષની ન થાય ત્યાં સુધી નાદાન હોય છે.હાલમાં પોક્સો કોર્ટમાં ચાલી ગયેલા કેસમાં સગીરા જે તે સમયે ૧૨ વર્ષની હતી અને જે તદ્દન નાદાન હોય જેથી નરાધમ તેનો લાભ ઉઠાવી સગીરાને ભગાડી જઈ દુષ્કર્મ આચર્યું હોય જેથી યુવકોએ પણ સગીરાને ભગાડી જતા કાયદાનું જ્ઞાન મેળવી લેવું જરૂરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!