(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
નરેન્દ્ર મોદી વિકાસ મિશન, નર્મદા આયોજિત છેવાડાના લોકો સુધી કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓનો લાભ મળી શકે અને વિકસિત ભારત, ગુજરાત ભારતની સંકલ્પના દ્રઢ બને એવા હેતુથીનર્મદા જીલ્લાના જાનકી આશ્રમ ડેડીયાપાડા ખાતે “ગ્રામીણ વિકાસ સંમેલન -2024” નું આયોજન તા 11/03/24ને સોમવારના રોજ કરેલ છે.આ સમારંભના ઉદ્ઘાટક અને અધ્યક્ષશ ડૉ.વિનોદકુમાર વિદ્યાર્થી રાષ્ટ્રીય અઘ્યક્ષ : નરેન્દ્ર મોદી વિકાસ મિશન તેમજ ભીખુસિંહ પરમાર મંત્રી : નાગરિક અને અન્ન પુરવઠા વિભાગ ગુજરાત સરકાર અને નર્મદા જિલ્લા પ્રભારી મંત્રી ખાસ ઉપસ્થિત રહેશે.
સમારંભના મુખ્ય મહેમાન મનસુખભાઈ વસાવા સાંસદ ભરૂચ તેમજ શ રામસીભાઈ કરંગીયા પ્રદેશ અધ્યક્ષ નરેન્દ્ર મોદી વિકાસ મિશન, ગુજરાત પ્રદેશ તેમજ ડૉ.દર્શનાબેન દેશમુખ ધારાસભ્ય, નાંદોદ તેમજ ઘનશ્યામભાઈ પટેલ પ્રમુખ નર્મદા જિલ્લા, ભાજપા અને ચેરમેન નર્મદા સુગર ધારીખેડા,ચેરમેન ભરૂચ દૂધધારા ડેરી ઉપસ્થિત રહેશે.જયારે સમારંભના અતિથિ વિશેષ તરીકે મીનાબેન સરવૈયા પ્રદેશ પ્રમુખ મહિલા મોર્ચા-નરેન્દ્ર મોદી વિકાસ મિશન,ગુજરાત પ્રદેશ સાથે દાદુભાઈ રૂપાણી ઉપાધ્યક્ષ નરેન્દ્ર મોદી વિકાસ મિશન, ગુજરાત પ્રદેશ દુલાભાઈ રાય ઉપાધ્યક્ષ તેમજ લક્ષ્મણભાઈ મારું મહામંત્રી નરેન્દ્ર મોદી વિકાસ મિશન,ગુજરાત પ્રદેશ ઉપસ્થિત રહેશે.
આ કાર્યક્રમ જાનકી આશ્રમ ડેડીયાપાડા ખાતે તારીખ 11/03/2024 સોમવારના રોજ સવારે 9 કલાકે યોજાશે.એમ નરેન્દ્ર મોદી વિકાસ મિશન નર્મદાના પ્રમુખ દીપક જગતાપની યાદીમાં જણાવાયું છે.