Tuesday, February 27, 2024
spot_img
HomeGujaratનરેન્દ્ર મોદી વિકાસ મિશન નર્મદાના પ્રમુખ દીપક જગતાપે તેઓની કારોબારી ટીમે જાનકી...

નરેન્દ્ર મોદી વિકાસ મિશન નર્મદાના પ્રમુખ દીપક જગતાપે તેઓની કારોબારી ટીમે જાનકી આશ્રમ ડેડીયાપાડાની મુલાકાત લીધી

હિન્દુ સંસ્કૃતિ અને સંસ્કાર સિંચન કરતી આશ્રમ શાળાની પ્રવૃત્તિ અને ચલો ગાંવ કી ઓર અર્થાત ગામડાઓના વિકાસ અંધ શ્રદ્ધા અને જાગૃતિ અંગેની પ્રવૃત્તિઓનો પરિચય આપ્યો

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

નરેન્દ્ર મોદી વિકાસ મિશન નર્મદાના પ્રમુખ દીપક જગતાપ અને તેમની કારોબારી ટીમે જાનકી આશ્રમ, ડેડીયાપાડાની મુલાકાત લીધી હતી.જાનકી આશ્રમના સંયોજક સોનજી વસાવાએ પ્રમુખ દીપક જગતાપ, મહામંત્રી રમેશ વસાવા,રાજેશ વસાવા,તેમજ સદસ્ય વિપુલ પંચોલી તથા અન્ય સદસ્યોંનું કુમકુમ તિલક કરી પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યું હતું.આ પ્રસંગે સોનજી વસાવાએ હિન્દુ સંસ્કૃતિ અને સંસ્કાર સિંચન કરતી આશ્રમ શાળાની પ્રવૃત્તિ અને ચલો ગાંવ કી ઓર અર્થાત ગામડાઓના વિકાસ અંધ શ્રદ્ધા અને જાગૃતિ અંગેની પ્રવૃત્તિઓનો પરિચય આપ્યો હતો.તો પ્રમુખ દીપક જગતાપે નરેન્દ્ર મોદી વિકાસ મિશનની કામગીરી અંગે માર્ગદર્શન આપ્યું હતું.

સોનજી વસાવાની ટીમને પણ સાથે જોડી નર્મદા જિલ્લામાં રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચે અને વાંચીતોને લાભો અપાવવા અંગે ચર્ચા કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!