અંકલેશ્વર,
અંકલેશ્વર જીઆઈડીસીમાં સરદાર પટેલ સેવા સમાજ, સરદાર ભવન ખાતે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલ ૨૧ જાન્યુઆરીના રોજ રાજકોટ નજીક અમરેલી ગામ ખાતે સર્વ સમાજના લાભાર્થે નિર્માણ પામનાર શ્રી ખોડલધામ કેન્સર હોસ્પિટલના થનારા ભુમી પૂંજનમાં પધારવા માટે આમંત્રણ આપવા આવ્યા હતા.આ પ્રસંગે ખોડલ ધામ સમિતિ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા સર્વે સમાજના સેવાર્થે નિર્માણ પામનાર શ્રી ખોડલધામ કેન્સર હોસ્પિટલના ભૂમિદાન માટે સંકલ્પબદ્ધ કરવાના શુભ આશય સાથે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ ના નરેશભાઈ પટેલ વિવિધ સ્થળનો પ્રવાસ કરી રહ્યા છે. ત્યારે નરેશભાઈ પટેલે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસીમાં સરદાર પટેલ સેવા સમાજ સરદાર ભવન ખાતે આવી પહોંચતા ભરૂચ જિલ્લા ખોડલધામ સમિતિ દ્વારા તેમજ જિલ્લાના દરેક તાલુકાના ખોડલધામ સમિતિના કન્વીનરો અને ભરૂચ જિલ્લાના દરેક તાલુકાના લેઉઆ પાટીદાર સમાજના આગેવાનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે વાહન રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે નરેશભાઈ પટેલે પોતાના સંબોધનમાં હાજર સૌ કોઈને શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા નિર્માણ પામનાર સર્વ સમાજ માટે ની કેન્સર હોસ્પિટલની અંગેની માહિતી આપી હતી અને સૌને ભૂમિદાન અભિયાનમાં જોડાવા માટે હાકલ કરી હતી.જેને ઉપસ્થિત સૌ લોકોએ ઉમળકાભેર વધાવી લીધી હતી. આ કેન્સર હોસ્પિટલ સર્વ સમાજ માટે વરદાનરૂપ સાબીત થશે આ પ્રસન્ગે અંકલેશ્વર ભરૂચ સહીત તાલુકાના લેઉઆ પાટીદાર સમાજના આગેવાનો અને ખોડલધામ સમિતિના આગેવાનો મોટી સંખ્યા માં હાજર રહ્યા હતા.