google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Friday, April 19, 2024
HomeGujaratભરૂચ જીલ્લામાં નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયા : ઝાડેશ્વર બીએપીએસ સ્વામીનારાયણ હોલ...

ભરૂચ જીલ્લામાં નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયા : ઝાડેશ્વર બીએપીએસ સ્વામીનારાયણ હોલ ખાતે ધારાસભ્યની અધ્યક્ષતામાં કાર્યકમ યોજાયો

ભરૂચ,

ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની અધ્યક્ષતામાં  ભરૂચના ઝાડેશ્વર સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે નારીશક્તિ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

દેશની મહિલા સ્વાવલંબન યોજનાએ એવો પ્રયાસ છે જે મહિલાઓને આત્મનિર્ભર બનાવવાની સહાય આપે છે.ભારત સરકાર નારી શક્તિના ગૌરવ અને મહિલા શશક્તિકરણ માટે અનેક વિધ યોજનાઓ ચલાવી રહી છે.મહિલાઓ આત્મનિર્ભર અને શશક્ત બને તે માટે અનેક યોજનાઓ સ્થાપવામાં આવી છે.ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલા સશક્તિકરણની અનેક યોજનાઓ શરૂ કરવામાં આવી છે.જે અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વર્ચ્યુનર રીતે જોડાય ને ગુજરાતભરની ૧૩૦૦૦ થી વધુ સ્વ સહાય જૂથની એક લાખ ૩૦ હજારથી વધુ મહિલાઓને રૂપિયા ૨૫૦૦ કરોડથી વધુની સહાય આપી હતી.જે અંતર્ગત ભરૂચના ઝાડેશ્વર સ્વામી નારાયણ મંદિર ખાતે નારી શક્તિ વંદના કાર્યકમ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની અધ્યક્ષતામાં યોજાયો હતો.જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયેલ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત લાભાર્થી મહિલાઓને ચેકનું વિતરણ કરાયું હતું.ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ વડાપ્રધાન મોદી અને ભાજપ સરકારની મહિલા અનામત બિલ સહિત અન્ય મહિલાલક્ષી યોજનાઓનો ઉલ્લેખ કરી નારી  સશક્તિકરણના પ્રયાસોની સરાહના કરી હતી.                      

આ પ્રસંગે જીલ્લા કલેકટર તુષાર સુમેરા, જીલ્લા પંચાયતના કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી,જીલ્લા ઉપપ્રમુખ દિવ્યેશ પટેલ,પાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવ,કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ સહિત લાભાર્થી બહેનો ઉપસ્થિત રહી હતી.

તેવી જ રીતે ભરૂચની રાજપૂત છાત્રાલય ખાતે વાગરા વિધાનસભાના ધારાસભ્ય અરૂણસિંહ રણા ની ઉપસ્થિતિમાં વિકસિત ભારત વિકસિત ગુજરાત નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો હતો.જેમાં રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન તથા રાષ્ટ્રીય શહેર આજીવિકા મિશન અંતર્ગત સ્વસહાય જૂથોની બહેનોને સહાયના પત્રકોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જીલ્લા કલેકટર તુષાર સુમેરા,જીલ્લા ભાજપ ઉપપ્રમુખ ફતેસિંહ ગોહિલ,દિવ્યજીત ચુડાસમા સહિત પદાધિકારીઓ અને લાભાર્થી બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!