google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Sunday, June 16, 2024
HomeGujaratપાવીજેતપુર વિધાનસભા ક્ષેત્રનો નારી શક્તિ વંદના કાર્યક્રમ કવાંટ ખાતે યોજાયો

પાવીજેતપુર વિધાનસભા ક્ષેત્રનો નારી શક્તિ વંદના કાર્યક્રમ કવાંટ ખાતે યોજાયો

- ૧૦૮ સ્વ સહાય જૂથોને કૂલ રૂ.૫૧.૧૮ લાખની સહાય વિતરણ કરવામાં આવી

(ફૈજાન ખત્રી,છોટાઉદેપુર)

પાવીજેતપુર વિધાનસભાનો નારી શક્તિ વંદના કાર્યક્રમ કવાંટના નસવાડી રોડ પર આવેલા એપીએમસી ગ્રાઊંડ ખાતે યોજવામાં આવ્યો હતો.સખી મંડળો મહિલા સશક્તિકરણની જીવાદોરી છે અને મહિલાઓ અને મહિલા સશક્તિકરણને વેગવંતી બનાવવા માટે સરકાર સહાય કરી નારી શક્તિને મજબૂત કરવાનું કામ દેશમાં થઈ રહ્યું છે.આજરોજ કવાંટના એપીએમસી ગ્રાઉન્ડ ખાતે નારી શક્તિ વંદનાનો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં છોટાઉદેપુર લોકસભાના સાંસદ ગીતાબેન રાઠવા, પાવીજેતપુર ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા તેમજ જિલ્લા અને તાલુકા વહીવટી તંત્ર અને તાલુકા અને જીલ્લા પંચાયતના વિવિધ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. 

આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ પાટણથી વર્ચ્યુઅલી માધ્યમથી તેમજ વડાપ્રધાન પશ્ચિમ બંગાળથી વર્ચુઅલી જોડાયા હતા.નારી શક્તિ વંદના કાર્યક્રમમાં સખી મંડળો, સ્વ સહાય જૂથો તેમજ કવાંટ તાલુકાની બહેનો મોટી સંખ્યામાં સમારોહમાં પહોચ્યા હતા. છોટાઉદેપુરના કવાંટ તાલુકામાં ૧૯૦૧ જેટલા સ્વ સહાય જૂથો કાર્ય કરી રહ્યા છે અને કવાંટમાં ૧૨૨ ગ્રામ સંગઠનો કાર્યરત છે.આજના અહીના કાર્યક્રમમાં રીવોલ્વીંગ ફંડ ૬ જૂથોને રૂ. ૧.૮૦ લાખ, ૨૦ જૂથોને કોમ્યુનીટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ રૂ.૩૦ લાખ, ૫૫ જૂથોને સ્ટાર્ટઅપ ફંડ તરીકે રૂ.૧.૩૮ લાખ, ૨૭ જૂથોને કેશ ક્રેડીટ રકમ રૂ.૧૮ લાખ મળીને કૂલ રકમ ૫૧.૧૮ લાખની સહાય અર્પણ કરી હતી. 

૮ માર્ચ મહિલા દિન હોવાથી દરેક મહિલાઓને  રાજ્યના મુખ્યમંત્રી અને વડાપ્રધાન તમામ બહેનોને આપી હતી. આજે મહિલાઓ પુરૂષ સમોવડીબની દરેક મહત્વના ક્ષેત્રોમાં હરણફાળ ભરી રહી છે.જેમાં મહત્વની વિવિધ જગ્યાઓ જેવી કે પાયલોટ, પોલીસ, આઈ.એ.એસ, ડ્રાઈવર,જેવી વિવિધ અનેક વિઘાશાખાઓમાં આજે મહિલાઓ ફરજ બજાવે છે. લોકસભાના સાંસદ ગીતાબેને જણાવ્યું હતુ કે કે લોકસભા અને રાજ્યસભામાં નારી શક્તિનુ બિલ પાસ થયું છે મહિલાઓ પણ ધારાસભ્ય અને સાંસદ સરળતાથી બની શકે છે.૩૩ ટકા અનામત લાગુ થતા અને બેહનો મોટી સંખ્યામાં દેશના સાંસદ અને રાજ્યસભામાં જઈ શકશે.સમગ્ર દેશમાં નારી શક્તિને એક ઉત્સવ તરીકે ઉજવવામાં આવી રહી છે.આ તાલુકાની અને આ વિધાનસભાની બહેનો ખુબ મોટી સંખ્યામાં ઉપસ્થિત થઈ, અલગ અલગ યોજનાઓ જે બહેનો માટે શરુ કરવામાં આવી છે જેનાથી બહેનો આત્મનિર્ભર બને જેના માટે સરકાર કામ કરી રહી છે આજના પ્રોગ્રામમાં જે સખી મંડળની બહેનોને ચેક વિતરણ કરવામાં આવ્યા છે તેઓ પણ આ નાણાને યોગ્ય ઉપયોગ કરીને પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ. વહાલી દીકરી યોજનાની કીટ વિતરણ કરવામાં આવી. 

આ કાર્યક્રમ સંખેડા,છોટાઉદેપુર અને કવાંટ ખાતે સમાંતરપણે યોજાયો હતો જેમાં અહી યોજાયેલા નારી શક્તિ વંદના કાર્યક્રમમાં ગીતાબેન રાઠવા, જેન્તીભાઈ રાઠવા,તાલુકા પંચાયતના પ્રમુખ,જીલ્લા પંચાયતના ઉપપ્રમુખ,નાયબ જીલ્લા વિકાસ અધિકારી,પશુપાલન અધિકારી વગેરે જોડાયા હતા.  આ નારી શક્તિ વંદના કાર્યક્રમમાં ૫ હજારથી વધુ મહિલાઓ કવાંટ ખાતેના કાર્યક્રમમાં ઉપસ્થિત રહી હતી અને સર્વે લાભાર્થી બહેનોએ સરકારનો આભાર માન્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!