(જ્યોતિ જગતાપ,રાજપીપળા)
નર્મદા જીલ્લાના એડી. ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજની કોર્ટમાં ચાલેલ એટ્રો કેસ નંબર ૬/૨૦૨૦ ના કામના આરોપી જયદીપસિંહ બળવંતસિંહ માંગરોલા રહે. વાઘેથા તથા આરોપી નયનાબેન ડો/ઓફ ગોવિદભાઈ ચંદુભાઈ વસાવા રહે.વાઘેથાને ઈ.પી.કો કલમ ૩૦૨,૨૦૧,૪૦૪,૧૨૦ (બી) તથા એર્નેસીટી એક્ટની કલમ ૩(૨) (૫) મુજબના શિક્ષાપાત ગુનાના કામે અદાલતની ઈન્સાફી કાર્યવાહીમાં મદદનીશ સરકારી વકીલ પ્રવીણકુમાર એચ.પરમારની ધારદાર દલીલો નામ.અદાલતે ગ્રાહ્ય રાખી એડી.સેસન્સ જજ એન.એસ.સીદીકીએ આરોપીઓને તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા અને રૂ.૫૦૦૦ નો દંડ અને દંડ ન ભરે તો વધુ છ માસની સજાનો હુકમ ફરમાવેલ છે.
કેસની વિગત મુજબ ફરિયાદી હિતેશભાઈ ઉમંગભાઈ વસાવા રહે.રાજપીપળાના ભાઈ મારનાર સુનિલભાઈ ઉમંગભાઈ વસાવાને આરોપી નયનાબેન ગોવિદભાઈ વસાવા સાથે આડો સબંધ હોવાથી મરનાર સુનિલભાઈ વસાવા પાસેથી પૈસા પાડવાના ઈરાદે તેણીના રખાત આરોપી જયદીપસિંહ માંગરોલા સાથે અગાઉથી પૂર્વ આયોજીત કાવતરું રચી મળવાના બહાના હેઠળ વાગેથા ગામની સીમમાં તા.૧૫/૦૨/૨૦૨૦ના રોજ રાત્રિના સાડા દશેક વાગ્યાના સુમારે આરોપી નયનાબેન વસાવા સાથે શરીર સબંધ બંધવાના બહાને બોલાવી એકાંતમા લઈ જઈ આરોપી જયદીપસિહ માંગરોલાએ મારનાર સુનિલભાઈને માથાના પાછળના ભાગે પથ્થર મારી જમીન ઉપર પાડી દઈ,મારનાર સુનિલભાઈને ગળામાં દોરી વડે ટુંપો આપી,મોત નીપજાવેલ અને ત્યાર પછી મારનાર સુનિલભાઈની લાશનેવગે કરવાના ઈરાદે નજીકમાં આવેલ ઝાડી ઝાખરા વાળા કોતરમાં લઈ જઈ મારનાર સુનિલભાઈની લાશના ખીસ્સામાંથી રોકડા રૂપિયા ૬૫૦ કાઢી લઈ મારનાર સુનિલભાઈની એકટીવા રાજપીપાળા એસ.ટી.ડેપો પાછળ મૂકી એકટીવાની ચાવી રાજપીપળા ગાર્ડનમાં ફેંકી દીધેલ અને મરનારનો વિવો કંપનીનો મોબાઈલ ફોન કરજણ ફેકી દીધેલ અને લાશને વગે કરવા અને પુરવાનો નાશ કરવા માટે કોતરમાં ખાડો ખોદી લાશને દાટી દીધેલ તે રીતનો બંને આરોપીઓએ પુરવાનો નાશ કરવાની કોશીષ કરી ઈ.પી.કો કલમ ૩૦૨,૨૦૧,૪૦૪,૧૨૦ (બી) તથા એર્ડોસીટી એક્ટની કલમ ૩(૨) (૫) મુજબના શિક્ષાપાત્ર ગુનો કરેલ છે.જે ફરીયાદ ફરિયાદી હિતેશભાઈ વસાવાએ રાજપીપળા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ હતો.જે ફરિયાદ રાજપીપળા પોલીસના ગુના રજી.નં.એ ૭૩/૨૦ થી ઈ.પી.કો કલમ ૩૦૨,૨૦૧,૪૦૪,૧૨૦ (બી) તથા એટ્રોસીટી એક્ટની કલમ ૩(૨) (૫) મુજબ નોંધવામાં આવેલી.જે ગુનાના કામે પોલીસે બંને આરોપીને ઝડપી પાડી ચાર્જશીટ તૈયાર કરી અદાલત સમક્ષ રજુ કરેલ.સદર કેસ ઈન્સાફી કાર્યવાહી અત્રેની નર્મદા જિલ્લા ન્યાયાલયમાં ચાલતા,મદદનીશ સરકારી વકીલ પ્રવિણકુમાર એચ.પરમારની ધારદાર દલીલો ગ્રાહય રાખી એડી.સેસન્સ જજ એન.એસ.સીદીકએ બંને આરોપીને તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા અને રૂ.પ૦૦૦ નો દંડ અને દંડ ન ભરે તો વધુ છ માસની સજાનો હુકમ આજરોજ ફરમાવેલ છે.