google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, July 23, 2024
HomeGujaratવકીલો ઉપર થતા હુમલા સામે એડવોકેટ પ્રોટેક્શન એક્ટ પસાર કરવા અંગે નર્મદા...

વકીલો ઉપર થતા હુમલા સામે એડવોકેટ પ્રોટેક્શન એક્ટ પસાર કરવા અંગે નર્મદા બાર એસોસિઅનનું નર્મદા કલેકટરને આવેદનપત્ર

- રાજ્યમાં વકીલાતના વ્યવસાયકો પર થતી અવાર નવારની હિંસા અને હુમલાઓની ઘાતક ઘટનાઓ બની રહી છે : બારના વકીલોએ સુત્રોચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું

(જ્યોતિ જગતાપ,રાજપીપળા)
રાજ્યમાં વકીલાતના વ્યવસાયકો પર થતી અવાર નવારની હિંસા અને હુમલાઓની ઘાતક ઘટનાઓ બની રહી છે.તેની સામે ગુજરાતમાં એડવોકેટ પ્રોટેક્શન એક્ટ પસાર કરવા અંગે નર્મદા બાર એસોસિઅનનું નર્મદા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું અને જિલ્લા બાર પ્રમુખ વંદના ભટ્ટ સહીત બારના વકીલોએ સુત્રોચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.
રાજ્યમાં વકીલાતના વ્યવસાયકો પર થતી અવાર નવારની હિંસા અને હુમલાઓની ઘાતક ઘટનાઓ બની રહી છે.હાલમાં ગુજરાતના ૧,૫૦,૦૦૦ કરતા પણ વધુ વકીલો વિવિધ અદાલતોમાં સોસિએશન ન્યાયિક કાર્યવાહીમાં પોતાની એડવોકેટ તરીકે કાર્યરત છે. છેલ્લા કેટલાંક વર્ષોમાં વકીલાતના વ્યવસાયકો પર થયેલા હુમલાઓ અને અન્ય વકીલ વિરોધી હિંસક પ્રવૃત્તિઓમાં વધારો થયો છે અને આ પરિસ્થિતિઓને ધ્યાનમાં લઈનેગુજરાત એડવોકેટ ફાઉન્ડેશન માને છે કે ગુજરાત રાજ્યમાં એક મજબૂત એડવોકેટ પ્રોટેક્શન એક્ટ (વકીલ સુરક્ષા અધિનિયમ) પસાર કરવાની તાત્કાલિક જરૂર છે.જો વકિલો અને તેવોના પરિવારની સુરક્ષા કાયદા દ્વારા સુનિશ્ચિત નહી હોય તો સમાજની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાશે નહિ. વકીલો સમાજના હિત માટે સત્ય અસત્ય માટે કાયદાની પ્રક્રિયા દ્વારા અદાલતોમાં નિર્ભય થઈને કાર્ય કરી શકે તે માટે રાજ્યના વકીલો અને તેવોના પરિવારના હિત માટે એડવોકેટ પ્રોટેક્શન એક્ટ હાલના સમયમાં અમલમાં લાવવું જરૂરીહોવાની રજુઆત કરી હતી.અનેક વકીલોએ ગંભીર શારીરિક અને માનસિક હિંસા સહનકરી છે,જેનાથી તેમની ન્યાયસેવામાં અટકાવ થઈ છે.જામનગર જીલ્લામાં છેલ્લા પાંચ વર્ષમાં ૨ થી ૩ વકીલ નું મર્ડર થઈ રહ્યું છે.અમરેલીમાં કોર્ટ વકીલના માતાનું મર્ડર અને કોર્ટ પ્રીમાયસિસમાં જ વકીલ ને ધમકીઓ આપવા મા આવી રહી છે.ભાવનગર કચ્છ જીલ્લામાં તેમજ સાઉથ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વકીલોની ઉપર વકીલો ઘણા હુમલા અને ખોટી FI.R કરવાંના બનાવો સામે આવી રહ્યા છે.જેવા અનેક કિસ્સાઓ પણ યાદ અપાવ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!