(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપલા ખાતે નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટીનું મધ્યસ્થ કાર્યાલય “નર્મદા કમલમ્”નો શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે પૂજન વિધિ સાથે શુભારંભ કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે સાંસદ મનસુખ વસાવા અને જિલ્લા ભાજપા પ્રમુખ ઘનશ્યામ પટેલ અને આગેવાનોની ઉપસ્થિતિમા શાસ્ત્રોક્ત વિધિ સાથે પૂજન વિધિ કરાઈ હતી.આ પ્રસંગે જિલ્લા મહામંત્રી નીલ રાવ, વિક્રમ તડવી સહીત ભાજપાના વિવિધ મોરચાના આગેવાનો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે જિલ્લા ભાજપા પ્રમુખ ઘનશ્યામ પટેલે જણાવ્યું હતું કે રાજપીપલા ખાતે નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટીનું મધ્યસ્થ કાર્યાલય -“નર્મદા કમલમ્” રાજપીપળા ખાતે તૈયાર કરવામાં આવ્યુ છે.આ કાર્યાલયને “નર્મદા કમલમ્ ” નામ આપવામાં આવ્યુ છે.નર્મદા જિલ્લો, નર્મદા કમલમ અને નર્મદા જયંતીના શુભ અવસરે આજે શાસ્ત્રોકત વિધિ સાથે કાર્યાલયનું વાસ્તુપૂજન કરવામાં આવ્યું હતું.આ કાર્યલયનું ઉદ્ઘાટન કાર્યક્રમ થોડા દિવસ પછી ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને પેજ સમિતિના પ્રણેતા સી આર પાટીલના હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવશે.આજે નર્મદા જયંતિનો પવિત્ર દિવસ હોવાથી આ આ કાર્યાલયને શાસ્ત્રોકત વીધીપૂર્વક આજે પૂજન વિધિ રાખવામાં આવી હતી.
સમગ્ર નર્મદા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીનો વ્યાપ વધે અને પ્રદેશ કાર્યાલય તરફથી જે કંઈ સૂચનો મળે અને નવા કાર્યક્રમો આપે તેનું અમલીકરણ કરવા માટેની આ જગ્યા છે.નર્મદા કમલમના માધ્યમથી નર્મદા જિલ્લામાં કમળનો વ્યાપ વધશે અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના માર્ગદર્શન હેઠળ આગામી કાર્યક્રમો યોજમા આવશે.આવનારી લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે.ત્યારે આ કાર્યાલયના માધ્યમથી વધુ ને વધુ લોકો સુધી સરકારની યોજનાઓ લોકો સુધી પહોચાડ્યા છે એ વિકાસ નામ પર અને મોદી સાહેબની ગેરંટી થી ભરૂચ લોકસભા સહીત ૨૬ લોકસભા બેઠક ભાજપા જીતશે એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.