google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, July 16, 2024
HomeGujaratકોંગ્રેસના રાજ્યસભા સાંસદ ધીરજ સાહૂ પાસેથી ૨૦૦ કરોડથી વધુ રોકડ રકમ પકડાતા...

કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ધીરજ સાહૂ પાસેથી ૨૦૦ કરોડથી વધુ રોકડ રકમ પકડાતા રાજપીપલા ખાતે નર્મદા ભાજપાનું વિરોધ પ્રદર્શન

- ગાંધી પ્રતિમાને હાર પહેરાવી પોસ્ટર, પ્લેકાર્ડ અને સૂત્રોચ્ચાર કરાયા - ભ્રષ્ટાચાર કોંગ્રેસના સંસ્કાર : જિલ્લા પ્રમુખ આઈ.એન.ડી.એ.ઈન્ડિયા ના માધ્યમથી કોંગ્રેસના બધા જ ભ્રષ્ટાચારી લોકો આમાં જોડાયેલા છે : ધારાસભ્ય દર્શનાબેન - દેશને ખોખલુ નું કરવાનું કામ ઈન્ડિયા એલાયન્સ અને કોંગ્રેસના નેતાઓ કરી રહ્યા છે

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ધીરજ સાહૂ પાસેથી ૨૦૦ કરોડથી વધુ રોકડ રકમ મળી છે.કોંગ્રેસ પાર્ટીએ કરેલ આ ભ્રષ્ટાચારના વિરોધમાં આજે રાજપીપળા ખાતે ગાંધી ચોકમાં ગાંધીજીને પ્રતિમાને

 ફૂલહાર ધારણ કર્યા પછી નર્મદા જીલ્લા ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં પોસ્ટરપ્લે કાર્ડ સાથેકોંગ્રેસના ભ્રષ્ટાચારનો વિરોધ કરી જિલ્લા પ્રમુખ ઘનશ્યામ પટેલ અને ધારાસભ્ય ડૉ.દર્શનાબેન દેશમુખની આગેવાની માં વિરોધ પ્રદર્શન કર્યું હતું અને સુત્રોચાર કર્યા હતા..

આ પ્રસંગે નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ,નાંદોદના ધારાસભ્ય ડૉ.દર્શનાબેન દેશમુખ, જિલ્લા મહામંત્રી નીલ રાવ સહિત નર્મદા જિલ્લા તથા રાજપીપળા શહેરની  મહિલા મોરચાની બહેનો તથા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે જિલ્લા પ્રમુખ ઘનશ્યામ પટેલે જણાવ્યું હતું કે ભ્રષ્ટાચાર કરવો એ કોંગ્રેસના સંસ્કાર છે.શરૂઆતથી જ કોંગ્રેસ ભ્રષ્ટાચાર કરતી આવી છે. આજે જે રીતે કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ધીરજ સાહૂ પાસેથી ૨૦૦ કરોડથી વધુ રોકડ રકમ મળીઆવી છે એ કોંગ્રેસનો ભ્રષ્ટાચાર બતાવે છે.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ભ્રષ્ટાચાર મુક્ત શાશનની વાત ને સમર્થન કરી અમે આજે એમના સમર્થન માં કોંગ્રેસ ના ભ્રષ્ટાચારનો વિરોધ કરી વિરોધ પ્રદર્શન કર્યું છે.

જયારે ધારાસભ્ય ડૉ.દર્શનાબેન દેશમુખે જણાવ્યું હતું કે ઝારખંડના ધારાસભ્ય ધીરજ શાહુ ના ઘરેથીના માધ્યમથી 200 કરોડથી વધુ રૂપિયાનું કાળું નાનું પકડાયું છે.આમાં આઈએનડીએ ઇન્ડિયા ના માધ્યમથી કોંગ્રેસના બધા જ ભ્રષ્ટાચારી લોકો આમાં જોડાયેલા છે.હાલમાં યુપીમાં વિધાનસભાનું ઇલેક્શન થયું હતું ત્યારે પિયુષ જૈન ના ઘરેથી 50 કરોડ કરતાં પણ વધુ રકમ પકડાઈ હતી.ચેન્નઈ માંથી પણ 45 કરોડ કરતાં વધુ રકમ પકડાઈ હતી.આવી જ રીતે બેંગ્લોરમાંથી પણ 50 કરોડથી વધુ રકમ પકડાઈ હતી. 2022 માં મમતા બેનર્જીની સરકારમાં જે મંત્રી હતા તેમને ત્યાંથી પણ 200 કરોડ કરતાં વધુ નાણુ પકડાયું હતું.આ દેશને ખોખલુ નું કરવાનું કામ ઈન્ડિયા એલાયન્સ  અને કોંગ્રેસના નેતાઓ કરી રહ્યાં છે.આ દેશમાંથી ભ્રષ્ટાચારને મુક્ત કરવા માટે અમે ભારતીય જનતા પાર્ટી દ્વારા વિરોધ નો કાર્યક્રમ યોજ્યો છે.આ કાળા નાણાને બહાર લાવવાનું કામ અને ભ્રષ્ટાચારને મુક્ત કરવાનું કામ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કરી રહ્યા છે તેને અમે સમર્થન કરીને આજે અમે વિરોધ પ્રદર્શન કર્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!