google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, September 17, 2024
HomeGujaratનર્મદા : નંદીકેશ્વર મહાદેવ મંદીરે પવિત્ર શ્રાવણ માસમાં છેલ્લા ૬૦ વર્ષથી સવાલાખ...

નર્મદા : નંદીકેશ્વર મહાદેવ મંદીરે પવિત્ર શ્રાવણ માસમાં છેલ્લા ૬૦ વર્ષથી સવાલાખ ચિંતામણી પાર્થેશ્વર શિવલીંગ બનાવતા ઉજ્જેનના નાંદેરાના બ્રાહમણો

- દરરોજ ૪૫oo શિવલીંગ બનાવવામાટે ખાસ કાશી અને ઉજ્જેનથી બ્રાહમણો બોલાવવામાં આવ્યાં છે

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે, નર્મદામા નર્મદા તટે અનેક શિવમંદિરો આવેલા હોવાથી પવિત્ર શ્રાવણ માસમા નર્મદાના શિવાલયો નમઃ શિવાયના નાદથી ગુંજી ઉઠ્યા છે.જેમાં રાજપીપલા નજીક આવેલ જીતનગર ખાતે નંદીકેશ્વર મહાદેવના મંદીરે શ્રાવણ માસ દરમ્યાન છેલ્લા ૬૦ વર્ષથી દરરોજના ૪૫૦૦ ચિંતામણી પાર્થેશ્વર શીવલીગ બનાવી સાત દિવસના જુદા જુદા યંત્રો બનાવીને તેને સાંજે દરરોજ નદીમા વિસર્જન કરવામાં આવે છે.જોઈએ શ્રાવણ માસમાં પાર્થેશ્વર શીવલીગ પૂજનનુ શું ધાર્મિક મહત્વ છે.
જીતનગર નંદીકેશ્વર મહાદેવ મન્દિરમાં શ્રાવણ માસમા જુદા જુદા વાર પ્રમાણે રવિવારે સૂર્યયંત્ર સોમવારે-નાગફાસ યંત્ર, મંગળવારે મંગળ યંત્ર, બુધવારે કશ્યપ યંત્ર, ગુરુવારે-કશ્યપ યંત્ર, શુક્રવારે તારામંત્ર અને શનિવારે ધનુષ યંત્ર બનાવવામાં આવે છે.મંદિરના મહંત વિરલભાઇ દવેના જણાવ્યા અનુસાર દરરોજ તળાવની શુદ્ધિ માટીને ગુંદીને તેમાથી નાના નાના ૪૫૦૦ ચિંતામણી પાર્થેશ્વર શિવલીંગ બ્રાહ્મણો દ્વારા તૈયાર કરવામાં આવે છે.જેમા નાંદેરા બ્રાહ્મણના ઈષ્ટદેવ હોવાથી ખાસ ઉજ્જૈનથી નાંદેરા બ્રાહ્મણોને જીતનગર બોલાવાય છે.જે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર દરરોજ ૪૫૦૦ શિવલીંગ બનાવે છે.અને પુરા શ્રાવણ મહીનામા સવાલાખ શિવલિંગ બનાવી તેના પર ચોખા ચોંટાડી તેનું વિધિવત પૂજન કરાય છે.
શાસ્ત્રોમા ચિંતામણી પાર્થેશ્વર શિવલીંગના પૂજન અને દર્શનનુ વિશેષ ધાર્મિક મહત્વ છે.આ યંત્ર પૂજનથી મનોવાંછીત ફળ મળે છે.પાર્વતિ માતા જ્યારે
જંગલમાં હતા ત્યારે એ મહાદેવનું ધ્યાન અને આરાધના કરવા પાર્થેશ્વર શિવલીંગનુ પૂજન એમણે કર્યુ હતુ.એજ પ્રમાણે ભગવાન રામે પણ રેતી, માટીમાથી પાર્થેશ્વર શિવલીંગ બનાવીની મહાદેવનું પૂજન કર્યું હતું, આ પૂજનથી ઝડપી ફળ મળે છે.
હાલ કળિયુગમાં ભક્તો ધન,સંતાન, નોકરી તેમજ અન્ય બાધાઓ, માનતા પુરી કરવા આ પ્રકારના શિવલીગ બનાવી શ્રવાણ માસમા દર્શન પૂજન કરી ધન્યતા અનુભવે છે.બ્રાહ્મણો તેનું બીલીપત્ર,ફૂલ,જળ અને દૂધથી અભિષેક કરી મંત્રોચ્ચાર સાથે પૂજન કરી ધન્યતા અનુભવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!