google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, July 23, 2024
HomeGujaratનર્મદા કલેક્ટર શ્વેતા તેવતિયાએ નાંદોદના જેસલપોર ગામની આકસ્મિક મુલાકાત લેતા દોડધામ

નર્મદા કલેક્ટર શ્વેતા તેવતિયાએ નાંદોદના જેસલપોર ગામની આકસ્મિક મુલાકાત લેતા દોડધામ

- સરકારની સુવિધાઓનું નિરીક્ષણ કરી જરૂરી સૂચનો આપ્યા : જનતાને લગતા પ્રશ્નો સાંભળી ને સંબંધિત લાઈન ડીપાર્ટમેન્ટને તાત્કાલિક હલ કરવા તાકીદ કરી

(જ્યોતિ જગતાપ,રાજપીપળા)

રાજ્યમાં પ્રથમવાર મુખ્યમંત્રીના સીધા માર્ગદશન હેઠળ સરકાર દ્વારા વહીવટતંત્રની કાર્યક્ષમતા અને નાગરિકલક્ષી સેવાઓના વિતરણને સુનિશ્વિત કરવાના હેતુસર આજે જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા પોતાના જિલ્લામાં આવેલ કોઈપણ એક તાલુકાના ગામની આકસ્મિક મુલાકાત યોજવાનું સામાન્ય વહીવટ વિભાગ દ્વારા નિયત કરવામાં આવ્યું હતું. 

નર્મદા જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાએ નાંદોદ તાલુકાના જેસલપોર ગામની મુલાકાત લીધી હતી અને સરકારના પેરામિટર્સ પ્રમાણે અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ ગ્રામ્ય લેવલે ધરાતળ જમીની હકિકતમાં કાર્યાન્વિત થઈ છે કે કેમ અને થઇ છે તો કેવા પ્રકારની છે.તેની જાત માહિતી મેળવી હતી અને જરૂરી સૂચનો અને માર્ગદર્શન કર્યું હતું અને સાંજે વિડીયો કોન્ફરન્સના ઓનલાઈન માધ્યમ થકી જોડાઇને જેસલપોર ગામનો ફિડબેક આપ્યો હતો. તેવી જ રીતે ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા ગ્રામવિકાસ એજન્સીના નિયામકશ જે.કે. જાદવ દ્વારા ગરૂડેશ્વર તાલુકાના ઝરીયા ગામે આકસ્મિક મુલાકાત લીધી હતી અને ગામની રાજ્ય સરકાર દ્વારા પુરી પાડવામાં આવેલી સુવિધા અને યોજનાકીય લાભો અંગે ગ્રામજનોની પૃચ્છા કરી ફીડબેક મેળવ્યા હતા.  

આ મુલાકાતમાં જિલ્લા કલેક્ટરે પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી અને બાળકોને મળતી સુવિધા અને ક્લાસરૂમ તથા પાણી, લાઈટ, ટોયલેટ, મધ્યાહન ભોજન અંગે ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું અને બાળકોને આપવામાં આવતા મધ્યાહન ભોજન યોજનામાં વઘારેલી  ખિચડી,ચણાનો સ્વાદ માણ્યો હતો અને ગુણવત્તા ચકાચી હતી.ત્યાર બાદ આંગણવાડીની મુલાકાત લીધી હતી અને બાળકોનું વજન, ઉંચાઈ તેમજ પોષણ અને સુવિધાનું નિરીક્ષણ કર્યું હતું અને જર્જરિત બાલવાડીના રીપેરીંગનું કામ ઝડપી પૂર્ણ કરવા સૂચના આપી હતી અને આંગણવાડીમાં સગર્ભા ધાત્રી માતાઓને આપવામાં આવતી સુવિધા અંગે માહિતી મેળવી હતી અને મહિલાઓની પૃચ્છા કરી હતી કે તમને આંગણવાડીમાં મળતી સુવિધાઓથી સંતોષ છે કે કેમ?

કલેક્ટરે આયુષ્માન આરોગ્ય મંદિર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી અને ગ્રામજનો અને મહિલાઓને આરોગ્ય વિષયક સુવિધાનો લાભ મળે છે કે કેમ અને સરકારી યોજના મહિલાઓને દવાખાનામાં ડીલીવરી – સારવાર અને સહાય આયુષ્યમાન કાર્ડ તથા દવાઓ અને ડૉક્ટરોની હાજરી અંગે પૃચ્છા કરી હતી.તથા બાજુમાં આવેલ પશુ- દવાખાનાની પણ મુલાકાત લઈને તેની સુવિધા અને પશુ સારવારની વિગતો મેળવી હતી.ગ્રામજનો દ્વારા પાણીની જર્જરિત ટાંકી અંગે રજૂઆત કરાઈ હતી તે માટે લાઈન ડીપાર્ટમેન્ટને આ અંગે જરૂરી કાર્યવાહી કરી ટાંકી સફાઇ તેમજ નલ સે જલ યોજનામાં લોકોને પાણી મળે તેવી સુવિધા ઉપલબ્ધ કરવી તાકિદ કરી હતી અને આ પ્રશ્ન લાઈન ડીપાર્ટમેન્ટે ટાંકીમાં પાણી ચઢાવાને બદલે બોર માંથી ડાયરેક્ટ કનેક્શન આપતા લોકોને ઘરે-ઘરે પીવાનું પાણી મળતું થઇ ગયું હતું.  

ગ્રામ પંચાયત ખાતે લોકોને આપવામાં આવતી સુવિધા તથા જીસ્વાન કનેક્ટીવીટી અને ગામના તલાટી પાસે ગામની પ્રાથમિક માહિતી મેળવી હતી કયા લોકો વધુ રહે છે. અને તેઓને મળતી સુવિધા અંગે સ્થાનિક અધિકારી પાસેથી સમગ્ર ગામની માહિતી મેળવી હતી અને પ્રાથમિક શાળા ખાતે ગ્રામજનોની ઉપસ્થિતિમાં ટુંકી ગ્રામસભા યોજીને ગામના પ્રશ્નો અને રજૂઆત સાંભળી હતી પ્રધાનમંત્રી આવાસના લાભાર્થી ઘરની પણ મુલાકાત કરી હતી અને વધુ લોકોને આવાસનો લાભ મળે તે અંગે યોગ્ય કરવા જણાવ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!