(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
રાજપીપલા ખાતે નર્મદા કોંગ્રેસની ભારત જોડો યાત્રા સંદર્ભે પત્રકાર પરિષદ યોજાઈ હતી.નર્મદા કોંગ્રેસ પાસે લોકસભાની ચૂંટણી ટાણે કોંગ્રેસનું કાર્યાલય ન હોવાનું નર્મદા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રફુલ પટેલે સ્વીકાર્યું હતું અને પૂછાયેલા સવાલોના જવાબ આપતાં પ્રફુલ પટેલે જણાવ્યું હતું કે જૂનું કાર્યાલય એક વર્ષથી બંધ છે એનાથી હું ચિંતિત છું પણ ટૂંક સમયમાં બીજી જગ્યાએ કાર્યાલય શરૂ કરાશે એમ જણાવી ખેદ વ્યક્ત કર્યો હતો.જોકે નર્મદા કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સ માં પૂર્વ ધારાસભ્ય સહીત સિનિયર આગેવાનોની ગેરહાજરી સૂચક બની હતી.જિલ્લા પ્રમુખ સહીત કોઈ આગેવાન દેખાયું ન હતું.નર્મદા કોંગ્રેસ માં જિલ્લા કક્ષાના મહિલા મોર્ચા, યુવા મોર્ચા, લઘુમતિ મોર્ચા, સેવાદળ, સહીત અન્ય પાંખના હોદ્દેદારોની ગેરહાજરી ઉપરાંત આગેવાનો નિષ્ક્રિયતા મામલે પૂછાયેલા સવાલનો જવાબ આપતાં જિલ્લા પ્રમુખેખેદ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસનું જૂનું માળખું ધરમૂળથી બદલાશે અને નર્મદા કોંગ્રેસમાં ટૂંક સમયમાં ધરમૂળથી ફેરફાર કરવાના સંકેત આપતા કોંગ્રેસ છાવણીમાં ભર શિયાળે રાજકીય ગરમાવો આવી ગયો હતો.વધુમાં તેમણે નર્મદા કોંગ્રેસનું સંગઠન નબળું પડયું હોવાની જિલ્લા કોંગ્રેસ પ્રમુખે કબૂલાતકરતા વધુમાં જણાવ્યું હતું કે કોંગ્રેસ છોડીને બીજા પક્ષમા ગયેલા ભાજપા, આપ, બીટીપી ના કાર્યકરો, આગેવાનોને પરત બોલાવી મનાવવાના પ્રયાસો થશે.છેલ્લા કેટલાક વખતથી સત્તા પક્ષના ખોળામાં બેસીને નિષ્ક્રિય રહેલા કોંગ્રેસ ના વિરોધ પક્ષ મૌન કેમ છે? આ બાબતે પૂછાયેલા સવાલનો જવાબ આપતી વખતે રાજપીપલા નગરપાલિકામાં કોંગ્રેસનો વિરોધપક્ષના મૌનથી જિલ્લા પ્રમુખ અકળાયા હતાં અને હવે ટૂંક સમયમાં વિરોધ પક્ષને સક્રિય બનાવશું એમ જણાવ્યું હતું.
તો બીજી તરફ ભરૂચ લોકસભા બેઠક પર ચૈતર વસાવાની ઉમેદવારી સામે કોંગ્રેસની નારાજગીસામે સવાલો કર્યાં હતાં.જિલ્લા પ્રમુખે આ અંગે જણાવ્યું હતું કે ભરૂચ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર માટે આગ્રહ રહેશે.સંદીપ માંગરોલાના નિવેદન બાદ જિલ્લા પ્રમુખે મૌન તોડ્યું હતું અને ગુજરાતમાં કોંગ્રેસ અને આપ ના ગઠબંધનની વાતો ચાલુ થઈ છે એમ જણાવી નર્મદા જિલ્લામાં કોંગ્રેસના કાર્યકરો ભરુચ બેઠક માટે કોંગ્રેસનો ઉમેદવાર ઈચ્છે છે એવો મત વ્યક્ત કર્યો હતો.તેમણે સ્પષ્ટ વાત કરી હતી કે આપ કોંગ્રેસનું ગઠબંધન થાય તો પણ ભરૂચ બેઠક પર કોંગ્રેસનો ઉમેદવાર હોય એવુ કાર્યકરો આગેવાનોની ઈચ્છા છે.
લોકસભાની ચૂંટણી ટાણે નર્મદા કોંગ્રેસની પાસે પોતાનું કાર્યાલય જ નથી : જૂનું કાર્યાલય એક વર્ષથી બંધ હાલતમાં
- નર્મદા કોંગ્રેસનું ગઠન નબળું પડયું હોવાની જિલ્લા કોંગ્રેસ પ્રમુખની કબૂલાત - કોંગ્રેસનું જૂનું માળખું ધરમૂળથી બદલાશે,નર્મદા કોંગ્રેસમાં ટૂંક સમયમાં ધરમૂળથી ફેરફાર કરવાના આપ્યા સંકેત - આપ કોંગ્રેસનું ગઠબંધન થાય તો પણ ભરૂચ બેઠક પર કોંગ્રેસનો ઉમેદવાર હોય એવુ કાર્યકરો આગેવાનોની ઈચ્છા