google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Sunday, July 14, 2024
HomeGujaratનર્મદા જીલ્લાનું ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર

નર્મદા જીલ્લાનું ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર

- વિજ્ઞાન પ્રવાહનું ૬૯.૬૩ ટકા અને સામાન્ય પ્રવાહનું નર્મદાનું ઉંચુ કહી શકાય એવુ ૯૧.૨૭ ટકા પરિણામ જાહેર - બંન્ને પ્રવાહનાં નર્મદા જીલ્લાનું ફૂલ ગુલાબી સારુ પરિણામ આવતા વાલી વિદ્યાર્થીઓમાં ખુશીનું મોજું ફરી વળ્યું

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માર્ચ-૨૦૨૪ માં યોજાયેલ ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહનું નર્મદાનું પરિણામ આજે જાહેર થયું હતું.જેમાં નર્મદા જીલ્લાનું ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ૬૯.૬૩ ટકા જાહેર થયું હતું.જયારે સામાન્ય પ્રવાહનું નર્મદાનું ઊંચું કહી શકાય એવુ ૯૧.૨૭ ટકા પરિણામ જાહેર થયું હતું.
નર્મદા જિલ્લાનું ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહનું કેન્દ્ર વાર પરિણામ જોતા રાજપીપલા કેન્દ્રનું ૭૨.૪૦ ટકા આવ્યું હતું.જયારે ડેડીયાપાડા કેન્દ્રનું પરિણામ ૬૪.૦૧ ટકા આવ્યું હતું.નર્મદા જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહમાં ૮૭૬ વિદ્યાર્થીઓ પૈકી A1 ગ્રેડમાં એક પણ વિદ્યાર્થી આવ્યો નથી.તો A2 ગ્રેડમાં ૧૫, B1 ગ્રેડમાં ૫૬ , B2 ગ્રેડમાં ૧૩૨, C1 ગ્રેડમાં ૧૯૮ ,C2 ગ્રેડમાં ૧૬૪, D ગ્રેડ માં ૩૯, E1 માં શૂન્ય, NI માં ૨૭૦ વિદ્યાર્થીઓ નોંધાયા છે.જયારે સામાન્ય પ્રવાહનું નર્મદાનું કેન્દ્ર વાર પરિણામ જોતા રાજપીપલા કેન્દ્ર નું પરિણામ ૮૯.૫૦ ટકા, ડેડીયાપાડા  કેન્દ્રનું પરિણામ ૮૮.૧૫ ટકા,ગરુડેશ્વર કેન્દ્રનું પરિણામ ૯૭.૭૦ ટકા,તિલકવાડા કેન્દ્રનું પરિણામ ૯૬.૯૦ ટકા, સેલંબા કેન્દ્રનું પરિણામ ૮૭.૬૬ ટકા નોંધાયું છે. 
નર્મદા જીલ્લામાં સામાન્ય પ્રવાહમાં કુલ બેસેલા ૩૩૯૦ વિદ્યાર્થીઓ પૈકી A1 ગ્રેડમાં ૩,તો A2 ગ્રેડમાં ૨૧૨, B1 ગ્રેડમાં ૬૭૫, B2 ગ્રેડમાં ૯૩૩, C1 ગ્રેડમાં ૯૩૭,C2 ગ્રેડમાં ૪૭૫, D ગ્રેડમાં ૪૯, E1માં ૧, NI માં ૩૦૨ વિદ્યાર્થીઓ નોંધાતા જીલ્લાનું પરિણામ ૯૧.૨૭ ટકા જ જાહેર થયું હતું.બંન્ને પ્રવાહનાં નર્મદા જીલ્લાનું ફૂલ ગુલાબી સારુ પરિણામ આવતા વાલી વિદ્યાર્થીઓ માં ખુશીનું મોજું ફરી વળ્યું હતું.
આજે ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય બન્ને પ્રવાહમાં જય અંબે ગ્રુપ ઓફ સ્કુલ્સ રાજપીપલા મેદાન મારી ગઈ હતી.જેમાં નર્મદા જીલ્લામાં વિજ્ઞાન પ્રવાહમા પ્રથમ નંબર પટેલ માહી જયેશકુમાર મેદાન મારી ગઈ હતી.સ્કૂલ મેનેજમેન્ટનાં આહીર મહેશભાઈએ અને પ્રિન્સિપાલ જાનીભાઈનાં જણાવ્યા અનુસાર નર્મદા જીલ્લામાં પ્રથમ દસ ક્રમાંક મેળવનાર
વિદ્યાર્થીઓ માંથી જય અંબે ગ્રુપ ઓફ સ્કુલ્સ રાજપીપલાના ચાર વિદ્યાર્થીઓએ સ્થાન મેળવીને જીલ્લાનું અને શાળાનું નામ રોશન કર્યું છે.સમગ્ર નર્મદા જીલ્લામાં પ્રથમ,બીજુ અને ત્રીજું સ્થાન મેળવનાર જય અંબે ગ્રુપ ઓફ સ્કુલ્સ રાજપીપલાના વિદ્યાર્થીઓને શાળા પરિવાર તરફથી પુષ્પગુચ્છ આપી મોં મીઠુ કરાવી શુભેચ્છા પાઠવવામા આવી હતી.જય અંબે ગ્રુપ ઓફ સ્કુલ્સ રાજપીપલાના સમગ્ર નર્મદા જીલ્લામાં પ્રથમ દસમાં સ્થાન મેળવેલ વિદ્યાર્થીઓમાં ૧. નર્મદા જીલ્લામાં પ્રથમ નંબર પટેલ માહી જયેશકુમાર ૭૦૦ માંથી ૬૨૮ માર્ક્સ અને ૭૯.૭૧ ટકા તથા ૯૯.૧૭ PR મેળવેલ છે. ૨. નર્મદા જીલ્લામાં બીજો નંબર વસાવા ત્રિયા દારાસિંગભાઈ ૬૫૦ માંથી ૫૭૫ માર્ક્સ અને ૮૮.૪૬ ટકા તથા ૯૬.૭૧ PR મેળવેલ છે. ૩. નર્મદા જીલ્લામાં ત્રીજો નંબર પટેલ જીયા રાજેન્દ્રકુમાર ૭૦૦ માંથી ૬૧૮ માર્ક્સ અને ૮૮.૨૯ ટકા તથા ૯૮.૬૧ PR મેળવેલ છે. નર્મદા જીલ્લામાં સાતમો નંબર દુધાગરા વિશ્વા રસિકભાઈ ૭૦૦ માંથી ૫૯૬ માર્ક્સ અને ૮૫.૧૪ ટકા તથા ૯૬.૬૩ PR મેળવેલ છે.વિજ્ઞાન પ્રવાહમાં પ્રથમ અવનાર માહીએ પોતાની સફળતાનો શ્રેય જય અંબે સ્કૂલના પ્રિન્સિપાલ અને શિક્ષકો તથા પોતાના માતા પિતાને આપ્યો હતો અને પિતાના પગલે ડોક્ટર બનવાની મહેચ્છા વ્યક્ત કરી હતી જયારે હિતેશા પટેલે સીએ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!