(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
આજરોજ રાજપીપલા ખાતે ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય “કમલમ્ નર્મદા “ખાતે ભારતીય જનતા પાર્ટીના અપેક્ષિત હોદ્દેદારો, કાર્યકરો, પદાધીકારીઓની મહત્વની બેઠક બોલવાઈ હતી.ખાસ કરીને રાજપીપલા ખાતે ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય “કમલમ્ નર્મદા ” તૈયાર થઈ ગયુ હોઈ તેના વિધિવત લોકાર્પણ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલના વરદ હસ્તે થનારહોઈ લોકાર્પણ કાર્યક્રમ આગામી સપ્તાહમાં યોજવા અંગે અનેતેના આયોજન માટેની મહત્વની બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં જવાબદારી ઉપરાંત છોટાઉદેપુર લોકસભા બેઠકના ભાજપાના ઉમેદવાર જશુંભાઈ રાઠવાને ૫ લાખથી મતોથી વિજયી બનાવવા ના લક્ષ્યાંક નક્કી કરેલ હોઈ છોટાઉદેપુર લોકસભામાં સમાવિષ્ટ નાંદોદ વિધાનસભા મત વિસ્તાર માંથી એક લાખ મતથી વધુ જીત મેળવવા અંગેનો લક્ષ્યાંક નિર્ધારિત કરાયો હતો. આ લક્ષ્યાંક પૂર્ણ કરવા ઉપસ્થિત અપેક્ષિત હોદ્દેદારોને વિવિધ પ્રકારની જવાબદારી સોપાઈ હતી.
આ બેઠકમાં ભારતીય જનતા પાર્ટી નર્મદાના પ્રમુખ ઘનશ્યામ પટેલ,નાંદોદના ધારાસભ્ય ડૉ.દર્શનાબેન દેશમુખ તેમજ નર્મદા જીલ્લા લોકસભા સંગઠન પ્રભારી ધર્મેશ પંડ્યા,નાંદોદ વિધાનસભાના ચૂંટણી પ્રબંધન સમિતિના પ્રભારી બળવંતસિંહ ગોહિલ,જીલ્લા ઉપપ્રમુખ અને છોટાઉદેપુર લોકસભાના નાંદોદ વિધાનસભાના ચૂંટણીપ્રબંધન સમિતિના સંયોજક અનિરુદ્ધસિંહ ગોહિલ સહીત
વિસ્તારક મનીષપટેલ,જીલ્લા મહામંત્રી નીલ રાવ, વિક્રમ તડવી સહિત વિવિધ મોરચાના હોદ્દેદારો તથા પદાઘીકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.