google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Saturday, July 13, 2024
HomeGujaratસાયબર ક્રાઈમ ફ્રોડના ગુનામાં રિકવરી કરવામાં સમગ્ર ગુજરાત રાજ્યમાં નર્મદા જિલ્લો અવ્વલ

સાયબર ક્રાઈમ ફ્રોડના ગુનામાં રિકવરી કરવામાં સમગ્ર ગુજરાત રાજ્યમાં નર્મદા જિલ્લો અવ્વલ

- નર્મદા જિલ્લા પોલીસે અલગ અલગ ફ્રોડન ૫૩૩ કેસમાં ૩૪.૫ લાખની રકમ સીઝ કરી : ૨૧ લાખની રકમ અમે ભોગ બનનારને પરત પણ કરવામાં નર્મદા જિલ્લો સર્વ પ્રથમ

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

સાયબર ક્રાઈમ ફ્રોડના ગુનામાં રિકવરી કરવામાં સમગ્ર ગુજરાત રાજ્યમાં નર્મદા જિલ્લો અવ્વલ (પ્રથમ) આવ્યો છે.જેમાં નર્મદા જિલ્લા પોલીસે અલગ અલગ ફ્રોડના ૫૩૩ કેસમાં ૩૪.૫ લાખની રકમ સીઝ કરીને તે પૈકી જેમાંથી ૨૧ લાખની રકમ અમે ભોગ બનનારને પરત પણ કરવામાં નર્મદા જિલ્લો સર્વ પ્રથમ આવ્યો હોવાની માહિતી આજે રાજપીપલા ખાતે 

પ્રશાંત શુમ્બે નર્મદા જિલ્લા પોલીસવડાએ પત્રકાર પરિષદ બોલાવી માહિતી આપી હતી.

પત્રકાર પરિષદને સંબોધતા પ્રશાંત શુમ્બે,નર્મદા જિલ્લા પોલીસવડાએ જણાવ્યું હતું કે આજકાલ ગુજરાતમાં અને ભારત દેશમાં સાયબર ક્રાઈમના ગુનાઓ ખૂબ વધી રહ્યા છે.છેલ્લા પાંચ મહિનામાં ૧૯૩૦ ઉપર ૫૩,૦૦૦ જેટલી ટિકિટ જનરેટ થઈ હતી.તેમજ સાયબર ફ્રોડની એમાઉન્ટ જે છે એ ૫૦૩ કરોડ જેટલી છે.ત્યારે આપ કોઈપણ સાયબર ફ્રોડ નો શિકાર બનો તો આપ ૧૯૩૦ ઉપર કોલ કરી શકો છો તેમજ નર્મદા જિલ્લામાં સાયબર પોલીસ સ્ટેશન છે તેનો પણ આ સંપર્ક કરી શકો છો.નર્મદા આપને પોલીસ મદદ કરશે.

આજે રાજપીપલા જિલ્લા પોલીસવડાની કચેરીએ જિલ્લા પોલિસ વડાપ્રશાંત સુમ્બેએ પત્રકાર પરિષદ બોલાવી હતી.જેમાં એલ સીબી પીઆઈ આર જી ચૌધરી અને પોલીસ સ્ટાફ અને પત્રકારોની ઉપસ્થિતી માં પત્રકાર પરિષદસંબોધતા જણાવ્યું હતું કે નર્મદા જિલ્લા પોલીસે સાઈબર ક્રાઈમ ફ્રોડ કેસ ગુનામાં અલગ અલગ ફ્રોડના કેસમાં ૩૪.૫ લાખની રકમ સીઝ કરી છે.જેમાંથી ૨૪.૫ લાખ ની રકમ કોર્ટ પ્રોસેસમાં છે.જેમાંથી ૨૧ લાખની રકમ અમે ભોગ બનનાર ને પરત પણ કરી શક્યા છે.

જિલ્લા પોલીસવડા સુમ્બેએ એ વધુમાં જણાવ્યું હતું કે નર્મદામાં સૌથી વધારે કેસો આઈડેન્ટિટીના કેસો આવે છે.જેમાં આધારકાર્ડ, પાનકાર્ડ અંગે ફ્રોડ કેસો થાય છે.એ ઉપરાંત ઓનલાઈન શોપિંગ જોબ રિલેટેડ ફ્રોડ, લોટરી સ્કેમ્પ પણ થાય છે.જેમાં કેવાયસીની માહિતી,ઓટીપીની માહિતી આપવામાં આવે છે ત્યારે મારી આપને વિનંતી છે કે આવી કોઈ માહિતી આપવી નહીં.

નર્મદા જિલ્લામાં ફ્રોડ કેસમાં માંથી ૩૪૪૫૮૬૬ ની રકમ ફ્રીઝ થઈ છે એમાંથી કોર્ટ પ્રોસેસ ના ૨૪૫૯૨૮૦ ની રકમ છે અને બેન્ક એકાઉન્ટમાં પેન્ડિંગ છે એરકમ ૫૩૬૯૯૮ છે એમાંથી ૨૦૮૦૯૭૩ ની રકમ ફ્રોડનો ભોગ બનનારને નર્મદા પોલીસે પરત અપાવવામાં સફળતા મળી છે.જે રિકવરીમાં નર્મદા જિલ્લો સર્વ પ્રથમ આવ્યો છે.જે નર્મદા પોલીસ માટે ગૌરવની વાત કહી શકાય.નર્મદા જિલ્લાની વાત કરીએ તો ખાસ કરીને કેવાયસી ફ્રોડ લિંક દ્વારા મેસેજ કરીને યાં એપ્લિકેશન ડાઉન લોડ કરાવીને સામેવાળાના મોબાઈલ માંથી એક્સેસ કરીને ફોરવર્ડ કરવા ના કિસ્સા વધુ બને છે એ ઉપરાંત કેવાયસી અપડેટ કરવાનો છે એવા મેસેજ દ્વારા પણ ફ્રોડ થાય છે.આવો કોઈપણ પ્રકારનો ફ્રોડ થાય તો નર્મદા પોલીસનો સંપર્ક કરો અને પોલીસ આપની સહાયતા કરશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!