(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
ખેતીવાડી શાખા જિલ્લા પંચાયત નર્મદા અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અન્વયે નાંદોદ ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખના અધ્યક્ષતામાં “પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને કૃષિ પ્રદર્શન” નો કાર્યક્રમ એ.પી.એમ.સી ગરૂડેશ્વર ખાતે યોજાયો હતો.
એ.પી.એમ.સી ગરૂડેશ્વર ખાતે યોજાયેલ પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને કૃષિ પ્રદર્શન” નો કાર્યક્રમમાં ધારાસભ્ય ડૉ.દર્શનાબેન દેશમુખે જણાવ્યું હતું કે નર્મદાના ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે અને નર્મદાના કેળા, પપૈયાનું વેચાણ વિદેશોમાં થાય છે.ધારાસભ્ય ડૉ.દર્શનાબેન દેશમુખ દ્વારા ૦૬ જેટલા પ્રગતિશિલ ખેડૂત મિત્રોને પ્રશસ્તિપત્ર એનાયત કરી સન્માનિત કર્યા હતા અને બેસ્ટ ફાર્મસ એવોર્ડ અને ૧૦ હજાર ઈનામો આપી સન્માનિત કરાયા હતા.
આ પ્રસંગે નાંદોદ, ગરુડેશ્વર અને તિલકવાડા તાલુકાના ખેડૂત-મિત્રોએ મોટી સંખ્યામાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં ભાગ લીધો અને પ્રગતિશીલ ખેડૂતોએ પોતાના અનુભવો રજૂ કર્યાં હતા.આ પ્રદર્શનમાં મિલેટ વર્ષમાં નર્મદાના ખેડૂતોએ ઉત્પાદિત કરેલ જાડા ધાન્યના નમૂનાઓ મુકાયા હતા.