google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, June 25, 2024
HomeGujaratજંબુસરમાં ઉબેર સીએચ વિસ્તારની કેનાલમાં નર્મદા નીર નહી આવતા ધરતીપુત્રો પરેશાન

જંબુસરમાં ઉબેર સીએચ વિસ્તારની કેનાલમાં નર્મદા નીર નહી આવતા ધરતીપુત્રો પરેશાન

.નેહરોના તકલાદી બાંધકામ, લેવલ વગર નહેરો બનાવી હોય,જ્યાં ત્યાં નેહરો તૂટવાના બનાવો બનતા હોય જંબુસર પંથકના ધરતીપુત્રો હેરાન પરેશાન

(સંજય પટેલ,જંબુસર)

જંબુસર પંથક વિસ્તારમાં નર્મદા નહેરના પ્રશ્નનો કોઈ કાયમી ઉકેલ આવતો નથી.નેહરોના તકલાદી બાંધકામ, લેવલ વગર નહેરો બનાવી હોય,જ્યાં ત્યાં નેહરો તૂટવાના બનાવો બનતા હોય જંબુસર પંથકના ધરતીપુત્રો હેરાન પરેશાન છે.નહેર પ્રશ્નો બાબતે અધિકારીઓ નેતાઓને જાણ કરવા રજૂઆતો કરવા છતાંય ધરતીપુત્રોની નહેરોનો પ્રશ્ન યથાવત રહે છે.અધિકારીઓ નેતાઓ ફક્ત ઠાલા વચનો આપે છે.

જંબુસર તાલુકાના ઉબેર ગામની સીએચ માઈનોર નર્મદા નહેર કેનાલમાં પાણી પહોંચતું નથી,નર્મદા સી એચ માઈનોર શાયફન નાડુ ૧૭૨૦, ૨૧૮૦, ૨૩૩૩, ૩૦૪૫, ૪૯૧૫,૫૪૦૦,૫૬૦૫,૫૮૭૩,માં પાણી મળતું નથી જેથી આ વિસ્તારના ખેડૂતો હેરાન પરેશાન છે. પાણી નહીં પહોંચવાને કારણે ખેડુતો ખેતીમાં નુકસાનીની ભીતિ સેવી રહ્યા છે.અન્ય વિસ્તારમાં ફાઈટર મશીન દ્વારા મોટર મૂકી અને પાણી આવવા દેતા નથી તેવા આક્ષેપો ધરતીપુત્રો દ્વારા કરવામાં આવ્યા હતા.આ સદર બાબતે નહેર ખાતા ના અધિકારીઓને રજૂઆતો કરવા છતાંય વ્યવસ્થિત જવાબ મળતો નથી કેનાલ ઓપરેટરને રજૂઆત કરવા છતાંય પાણી છોડતા નથી તેમ ધરતીપુત્રો દ્વારા જણાવ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!