google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Monday, July 15, 2024
HomeGujaratનર્મદા પોલીસ દ્વારા "તેરા તુજકો અર્પણ" કાર્યક્રમ હેઠળ ગુમ થયેલા મોબાઈલ મૂળ...

નર્મદા પોલીસ દ્વારા “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ હેઠળ ગુમ થયેલા મોબાઈલ મૂળ માલિકને પરત કાર્યક્રમ યોજ્યો

- નર્મદા જિલ્લા માંથી મોબાઈલ ચોર ગેંગનો પર્દાફાશ કરતી LCB નર્મદા પોલીસ : જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુમ્બેના હસ્તે મૂળ માલિકોને મોબાઈલ પરત કરતા માલિકોમા આનંદની લાગણી

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
નર્મદા પોલીસ દ્વારા “તેરા તુજકો અર્પણ “કાર્યક્ર્મ હેઠળ ગુમ થયેલા 60 જેટલાં મોબાઈલફોન મૂળ માલિકને પરત કરવાનો જાહેર કાર્યક્રમ રાજપીપલા એલસીબી કચેરી ખાતે યોજાયો હતો.જેમાં જિલ્લા પોલીસવડા પ્રશાંત સુમ્બેના હસ્તે મૂળ માલિકોને મોબાઈલ પરત કરતા માલિકોમા આનંદની લાગણીજોવા મળી હતી.આજે LCB નર્મદા પોલીસે નર્મદા જિલ્લા માંથી મોબાઈલ ચોર ગેંગનો પર્દાફાશ કર્યો હતો.
રાજપીપલા સહીત નર્મદા જિલ્લામાંથી ગુમ થયેલા 60 જેટલા મોબાઈલ ફોન એલ સી બી નર્મદા પોલીસે ઝડપી પાડ્યા છે.છેલ્લા એક વર્ષ દરમ્યાન મોબાઈલ ફોન ચોરાયાની અસંખ્ય ફરિયાદો નર્મદા પોલીસને મળી હતી. જેને આધારે એલસીબી પોલીસે ભારે જહેમત ઉઠાવી ઇન્વેસ્ટિગેશન કરીજુદી જુદી જગ્યાએથી મોબાઈલ ચોરીઝડપી કુલ 60 જેટલાં મોબાઈલ ફોન રિકવર કર્યા હતા અને જિલ્લા પોલીસ વડા પ્રશાંત શુમ્બેના માર્ગદર્શન પોલીસ ઈન્સ્પેક્ટર એલ.સી.બી નર્મદાના પીઆઈ આર.જી.ચૌધરી અને તેમની ઉપસ્થિતિમા પોલીસવડા પ્રશાંત શુમ્બેના હસ્તે મૂળ માલિકોને તેમના ગુમ થયેલા મોબાઈલ ફોન પરત આપવાનો કાર્યક્રમ “તેરા તુજકો અર્પણ “કાર્યક્ર્મ હેઠળ આજે 60 જેટલાં મોબાઈલ માલિકોને પોતાના ગુમ થયેલા મોબાઈલ પરત કરાતા મોબાઈલ માલિકોમા આનંદની લાગણીઅનુભવી નર્મદા પોલીસનો આભાર માન્યો હતો.આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા પ્રશાંત શુમ્બેએ જણાવ્યું હતું કે પોલીસ પ્રજાનો સેવક છે,પ્રજાની ફરિયાદોની ત્વરિત નિકાલ થાય છે.તમારી ફરિયાદ પોલીસ મથકે નોંધાવાય તો તરત જ તેનો નિકાલ થાય છે.પોલીસ પ્રજાના પ્રશ્નો ઉકેલવા સદા તત્પર છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!