google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Monday, April 15, 2024
HomeGujaratપુરષોત્તમ રૂપાલાના નિવેદન સામે નર્મદામા વિરોધ : કરણી સેના દ્વારા કલેકટરને આવેદનપત્ર...

પુરષોત્તમ રૂપાલાના નિવેદન સામે નર્મદામા વિરોધ : કરણી સેના દ્વારા કલેકટરને આવેદનપત્ર આપી ભાજપને ઉમેદવાર બદલવાની માંગ કરી

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

પુરષોત્તમ રૂપાલાના નિવેદન સામે નર્મદામા પણ વિરોધ જોવા મળ્યો છે.કરણી સેના દ્વારા નર્મદા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રૂપાલાનો વિરોધ કરી ભાજપને ઉમેદવાર બદલવાની માંગ કરી હતી 

રાજકોટ બેઠકથી ભાજપે નેતા પુરષોત્તમ રૂપાલાને ઉતાર્યા છે.રૂપાલાની ઉમેદવારી પર સમગ્ર ગુજરાતમાં  ક્ષત્રિય સમાજ ખુલીને વિરોધ કરી રહ્યો છે.તેની પાછળ રૂપાલાનું એક નિવેદન જવાબદાર હોવાનું સામે આવી રહ્યું છે.હવે આ મામલે કરણી સેના નર્મદાના સદસ્યો કહેવું છે કે પુરષોત્તમ રૂપાલા જાહેરસભામાં બોલ્યા છે, તેનોઅમે વિરોધ કરીએ છે.અમારે પક્ષ સાથે વિરોધ નથી, માત્ર પરશોત્તમ રૂપાલા સામે વિરોધ છે.ભાજપને સમાજ કરતા રૂપાલા વ્હાલા હોય તો પરિણામ ભોગવવા તૈયાર રહે અને તેને કારણેજ આજે નર્મદા જિલ્લા કલેકટરને કરણી સેના દ્વારા આવેદનપત્ર આપી આ બાબતનો વિરોધ નોંધાવ્યો છે આ આવેદન પત્રમાં જણાવ્યા મુજબ રૂપાલાનો વિરોધ કરી ભાજપને ઉમેદવાર બદલવા જણાવ્યું છે. સમાજના ૧૭ ટકા મતદારો છે.જેથી રાજકોટ બેઠક પર રૂપાલા લડે તો તેમની વિરુદ્ધમાં મતદાન કરવા નિર્ણય કરવામાં આવ્યો છે.

કરણી સેનાનાના આગેવાન સુરેન્દ્રસિંહએ જણાવ્યું હતું કે પુરષોત્તમ રૂપાલાએ વોટ બેંક માટે અન્ય સમાજના કાર્યક્રમમાં રાજપૂત સમાજ પર ટિપ્પણી કરી હતી.તેમણે માફી માગી છે પરંતુ સમાધાન માન્ય નથી. સમાજની એક જ માગ છે કે, રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે.અમને ભાજપ સામે કોઈ વાંધો નથી,અમને ફક્ત પુરૂષોતમ રૂપાલા સામે વાંધો છે.રૂપાલા જ રાજકોટની બેઠક પરથી ચૂંટણી લડશે તો ક્ષત્રિય સમાજ તેમની તાકાત બતાવશે.સમાજના ૧૭ ટકા મતદારો છે.પરિણામ બદલવાની તાકાત અમારા સમાજમાં છે એમ જણાવી વિરોધ કરાયો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!