(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
જેના દર્શન માત્ર થી પવિત્ર થવાય એવી એક માત્ર નર્મદા નદી એવી છે જેની પરિક્રમા થાય છે.ગુજરાતમા એક માત્ર ઉત્તર વાહિની નર્મદા વહે છે ,હાલ નર્મદા જિલ્લાના માંગરોલ નર્મદા તટે થી પંચકોષી ઉત્તર વાહિની નર્મદા પરિક્રમાનો પ્રારમ્ભ થયો છે જેમાં ૧૦૦૦ થી વધુ વાર નર્મદા પરિક્રમા કરી ચુકનાર
અને રોજના ૨૯ વાર નર્મદા પરીક્રમા નર્મદા સ્નાન કરી સૌથી વધુ વાર નર્મદા સ્નાન કરનાર નર્મદા પુત્ર સાંવરિયા મહારાજ ના નામે આજે પણ સૌથી વધુ નર્મદા સ્નાન કરવાનો અનોખો વિક્રમ છે.પરિક્રમા દરમ્યાન હજારો શ્રદ્ધાળુઓ નર્મદા સ્નાન કરી ધન્યતા અનુભવશે.
ચૈત્ર માસમા નર્મદા પરિક્રમાનુ વિશેષ ધાર્મિક મહત્વ છે.ગુજરાતમા એક માત્ર ઉત્તર વાહિની નર્મદા વહે છે,હાલ નર્મદા જિલ્લાના માંગરોલ નર્મદા તટે થી પંચકોષી ઉત્તર વાહિની નર્મદા પરિક્રમાનો પ્રારમ્ભ થયો છે.આ પરિક્રમા ૩ વાર કરવાથી ૩૭૫૦ કી.મી પગપાળા પરિક્રમા કરવાનુ ફળ મલે છે અને ૭૧ પેઢીનો મોક્ષ મળે છે.જેના દર્શન માત્ર થઈ પવિત્ર થવાય તેવી એક માત્ર ઉત્તર વાહિની ગુજરાતમા નર્મદા જીલ્લામા આવેલી છે.હાલ ચૈત્ર માસમા દૂર દૂર થી મોટી સંખ્યામા સાધુ સંતો મહંતો,ભક્તો, શ્રધ્ધાળુઓ,પરિક્રમા વાસીઓ માત્ર એક દિવસીય ૨૧ કી.મી ની પંચકોષી ઉત્તરવાહિનીની પરિક્રમા કરી રહ્યા છે.સૌથી વધુ વાર મોટર માર્ગે ,પગપાળા અને ઉત્તર વાહિની નર્મદાની અનેક વાર પરિક્રમા કરી ચૂક્નાર નર્મદા પુત્ર સાવરીયા મહારાજ ની આગેવાની હેઠળ અત્યાર સુધીમાં ૪ લાખથી વધુ લોકોને નર્મદા પરિક્રમા કરી કરાવી ચુક્યા છે જે પણ એક નવો વિક્રમ છે.
સાવરીયા મહારાજના જણાવ્યા અનુસારનર્મદાની પરિક્રમા રાજા બલીરાજાના વખતથી થતી હતી.જે આજે પણ પરંપરાગત ચાલે છે.ગુજરાતમા એક માત્ર ઉત્તર વાહિની આવેલી છે.જ્યારે મધ્ય પ્રદેશ મા ૯ ઉત્તર વાહિની આવેલી છે.નાંદોદ તાલુકાના માંગરોલ,રામપુરા,ગુવાર,તિલકવાડા સુધી વિસ્તરેલી ૨૧ કીમીની પરિક્રમા નાવડી માર્ગે તેમજ પગપાળા પરિક્રમા કરે છે.એમ કહેવાય છે કે નર્મદા મા અસ્થિઓ પધરાવવા થી અસ્થિ શિવલિંગ બની જાય છે ,દરેક મનુષ્યનુ એક વાર નર્મદા પરિક્રમાનુ સ્વપ્ન અવશ્ય હોવાથી હાલ ચૈત્ર માસમા હજારોની સંખ્યા મા ભક્તો નર્મદા ની પરિક્રમા કરી ધન્યતા અનુભવે છે.અહી નર્મદા સ્નાનનુ વિશેષ ધાર્મિક મહત્વ હોવાથી ભક્તો નર્મદા સ્નાન કરી,દિવડા તરાવી ,નર્મદા પૂજન કરી,નર્મદા અષ્ટકમના પાઠ કરી પરિક્રમા નો પ્રારંભ કરે છે.
૧૦૦૦ થી વધુ વાર નર્મદા પરિક્રમા કરી ચુકનાર નર્મદા પુત્ર સાંવરિયા મહારાજ પરિક્રમા દરમ્યાન રોજના ૨૯ નર્મદા સ્નાન કરે છે
- રોજના ૨૯ સ્નાન કરી એક મહિનામા ૮૫૦ થી વધુ વાર નર્મદા સ્નાન કરવાનો અનોખો વિક્રમ પણ સાંવરિયા મહારાજ ધરાવે છે - મોટર માર્ગે,પગ પાળા અને બોટ માર્ગે પોતાની સાથે ૪ લાખથી વધુ શ્રદ્ધાળુઓને પરિક્રમા કરાવી ચુક્યા છે - આ ટૂંકી પરિક્રમા ૩ વાર કરવાથી ૩૭૫૦ કી.મી પગપાળા પરિક્રમા કરવાનુ ફળ મળે છે અને ૭૧ પેઢીનો મોક્ષ મળે છે