google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Friday, May 24, 2024
HomeGujaratનર્મદા સુગર ધારીખેડાના ભાવ રાજ્યમાં ત્રીજા ક્રમે : સમસ્ત ઉમરવા ગામ દ્રારા...

નર્મદા સુગર ધારીખેડાના ભાવ રાજ્યમાં ત્રીજા ક્રમે : સમસ્ત ઉમરવા ગામ દ્રારા નર્મદા સુગરના ચેરમેન ઘનશ્યામ પટેલનો સન્માન સમારોહ યોજાયો

- સભાસદોને ધારીખેડા નર્મદા સુગરના સારા ભાવો મળ્યા

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

ભરૂચ અને નર્મદાના ખેડૂતોની જીવાદોરી સમાન ધારીખેડા નર્મદા સુગરના ભાવ રાજ્યમાં ત્રીજા ક્રમે આવતા સભાસદ ખેડૂતોમા આનંદની લાગણી જન્મી છે.

સુગર સીઝન ૨૦૨૩-૨૦૨૪ માં શેરડીનુ પીલાણ કરી ખેડુતોને સારા ભાવ આપવા બદલ નર્મદા સુગરના ચેરમેન  ઘનશ્યામ પટેલનું સમસ્ત ઉમરવા ગામ દ્રારા સન્માન સમારોહ રાખવા માં આવ્યો હતો.આ પ્રસંગે નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ તથા નાંદોદ તાલુકા પ્રમુખ અરવીંદભાઈ,રવિ દેશમુખભાઈ,નાંદોદ તાલુકા પૂર્વ ઉપપ્રમુખ પાયલ બેન દેસાઈ તથા ગામના આગેવાનો દ્રારા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ઘનશ્યામ પટેલનુ સન્માન કરાયું હતું.

નાંદોદ તાલુકાના ધારીખેડા આવેલીનર્મદા સુગર ફેકટરી ધારીખેડાના સને. ૨૦૨૩-૨૦૨૪ના વર્ષની શેરડીના આખરી ભાવ જાહેર થયા છે.

નાંદોદ તાલુકાના ધારીખેડા આવેલીનર્મદા સુગર ફેકટરી ધારીખેડાના સને. ૨૦૨૩-૨૦૨૪ના વર્ષની શેરડીના આખરી ભાવ જાહેર નીચે મુજબ થયા છે.જેમાં ઓક્ટોબર ૨૦૨૩માં ૩૪૦૦, નવેમ્બર ૨૦૨૩માં ૩૪૦૦, ડિસેમ્બર ૨૦૨૩માં ૩૪૦૦,જાન્યુઆરી ૨૦૨૪માં ૩૪૦૦, ફેબ્રુઆરી ૨૦૨૪ માં ૩૪૦૦, માર્ચ ૨૦૨૪ માં ૩૪૨૫,એપ્રિલ ૨૦૨૪માં કપાત ૪૦નો સમાવેશ કરાયો છે.જેમાં રાજ્યની તમામ સુગર ફેક્ટરીઓમાં નર્મદા સુગરે ત્રીજા ક્રમે શેરડીના ભાવ જાહેર થયા હોવાથી તેનાથી સભાસદોમાં ખુશીનો માહોલ સર્જાયો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!