(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
નર્મદા જિલ્લા વસંત પંચમી ટાણે વાતાવરણમાં પલટો આવી ગયો છે.ઠંડુ પ્રમાણ ઘટવા માંડે છે અને થોડી ગરમી ઠંડીના મિશ્ર આહલાદક ખુશનુમા વાતાવરણ વચ્ચે શરૂ થતી નવી વસંત ઋતુનો પ્રારંભ થતાં નવી ચેતનાઓનો સંચાર થયો છે.હજી શિયાળાની ઠંડીનો માહોલ જામી રહ્યો છે, નર્મદામાં વસંતટાણે ચારેકોર કેસુડા ખીલી ઊઠયા છે.નર્મદાના વસંતના વધામણા લેતા કેસુડા નર્મદાની સાતપુડા ની ગિરિમાળા વચ્ચે વિધયાચલની ગિરીમાળાની શોભા બન્યા છે.ઋતુ પરિવર્તનનો સંકેત આપતા ફાગણના લાલ ચટક કેસરી કેસુડાના ફુલ નર્મદાના જંગલ, વન વગડામાં પૂરમાં ખીલી ઊઠેલા જોવા મળી રહ્યા છે. આમતો કેસુડો વસંત ઋતુ નો પર્યાય ગણાય છે, કેસુડા જ્યારે ખીલે રે ત્યારે કેસરી ફૂલ જંગલની શોભા બની જાય છે.હવે વેલી ઓફ ફ્લાવર ની સાથે પ્રવાસીઓ માટે કેસુડા ના ફૂલોનું સૌંદર્ય ખાસ આકર્ષણ નું કેન્દ્ર બન્યા છે.પ્રવાસીઓ રસ્તે પોતાના વાહનો ઊભા રાખી કેસુડા સાથે ફોટા પાડી સેલ્ફી પણ લઇ રહ્યા છે.
નર્મદાના આદિવાસીઓ કેસુડો નો ભરપૂર ઉપયોગ કરે છે કેસુડા ના લાકડા માંથી કોલસો, ગુંદર, બને છે, કેસુડા ના કુમળા મુડમાનથી નીકળતા રેસામાંથી દોરડાં અને દેશી ચંપલ બને છે.આયુર્વેદિક ઔષધી ઉપરાંત ચામડીના રોગો મટાડવા માટે માટે કેસુડા નો ઉપયોગ કરે છે.
નર્મદા જિલ્લા વસંત પંચમી તા ને વાતાવરણમાં પલટો આવી જાય છે ઠંડુ પ્રમાણ ઘટવા માંડે છે અને થોડી ગરમી ઠંડી ના મિત્ર આહલાદક ખુશનુમા વાતાવરણ વચ્ચે શરૂ થતી નવી પસંદ ઋતુનો પ્રારંભ થતાં નવી ચેતના ઓ સંચાર થયો છે.હજી શિયાળાની ઠંડીનો માહોલ જામી રહ્યો છે, નર્મદામાં વસંત થાણે ફેર કેસુડા ખીલી ઊઠયા છે જોકે નર્મદાના વસંતના વધામણા નેતા કેસુડા નર્મદાની સાતપુડાની ગિરિમાળા વચ્ચે વિધયાચલ ની ગિરીમાળા ની શોભા બન્યા છે.ઋતુ પરિવર્તનના સંકેત આપતા રમતો ફાગણના લાલ ચટક આર કેસરી કેસુડા કેસુડા ના ફુલ નર્મદાના જંગલ, વન વગડામાં પૂરમાં ખીલી ઊઠેલા જોવા મળી રહ્યા છે.આમ તો કેસુડે વસંત ઋતુ નો પર્યાય ગણાય છે, કેસુડા જ્યારે ખીલે રે ત્યારે કેસરી ફૂલ જંગલની શોભા બની જાય છે. કેસુડા ને કોઇ સુગંધ નથી પણ તેની નજાકત તા, પોપટના ચાંચ જેવો આકાર અને માંસના લોચા જેવો લાલચટક રંગ, કામણ ગારો અને મજા કરતા ના પર્યાય સમાન કેસુડાના ફુલની સૌંદર્યની દ્રષ્ટિએ, અને આરોગ્યની દ્રષ્ટિએ તેનું ખૂબ મહત્ત્વ છે.
હોળી ટાણે ખીલતા કેસુડાના પુષ્પો આદિવાસીઓમાં લોકપ્રિય ગણાય છે થોડી પૂર્વ લોકો કેસુડાના ફૂલોમાંથી તેનો કુદરતી રંગ બનાવે છે.નર્મદામાં કેસુડાના નિર્દોષ રંગોની હોળી લોકપ્રિય ગણાય છે હોળી રમવા માટે કેસુડાનો પ્રાકૃતિક રંગ તરીકે તેનો ભરપૂર ઉપયોગ થાય છે.કેસુડાના ઉકાળેલા ગરમ પાણીથી સ્નાન કરવાથી ચામડીના રોગો પણ મળતા હોવાનું આયુર્વેદિક પણ કહે છે.રાજપીપળા આદિવાસીઓ જણાવે છે કે જ્યારે કેસુડા નર્મદાના જંગલમાં પૂરબહારમાં ખીલી ઉઠે છે ત્યારે કેસુડા રંગ નું ઘરેણું બની જાય છે.કે સૂર્ય વસંતઋતુનું પ્રતીક ગણાય છે હોળી નજીક આવે ત્યારે કેસુડાના લોકપ્રિય પ્રચલિત બની જાય છે.
નર્મદાના આયુર્વેદિક અધિકારી ડો નેહા પરમાર જણાવે છે કે કુદરતી રીતે વસંત પૂરબહારમાં ખીલી ઊઠેલા કેસુડા નો આયુર્વેદિક ઔષધીઓ બનાવવામાં ખાસ ઉપયોગ થાય છે કેસુડાના ઝાડના લાકડાનો ઉપયોગ કોલસા બનાવવામાં ગુંદર બનાવવામાં પણ થાય છે તેમજ કેસૂડાના વૃક્ષો ના કુમળા મૂળ માંથી નીકળતા ચોક્કસ પ્રકારના રેસમાંથી દોરડા અને દેશી ચંપલ બને છે.તેના પાંદડા ખાતર તરીકે વપરાય છે, તેના પાનમાંથી પાતળા પણ સરસ બને છે તેના ફૂલો ને ઉઘાડીને તેમાંથી કુદરતી પીળો રંગ બને છે કેસૂડાનાં ખાખરાના પાન તરીકે ઓળખાય છે તેનો મૂળના ઓગસ્ટમાં થી આંખ ની દવા બને છે.