(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
નર્મદા વિહિપ,બજરંગ દળ અને નર્મદા પોલીસે જીવના જોખમે ફિલ્મી સ્ટાઈલથી પીછો કરી ખીચોખીચ અને ક્રૂરતા પૂર્વક ૧૪ ભેંસો ભરેલી ટ્રક ઝડપી પાડી છે.જેમાં ટ્રક સાથે ટ્રક ડ્રાઈવરની ધરપકડ કરી છે.
વિશ્વ હિન્દુ પરિષદ જીલ્લા ઉપાધ્યક્ષ નિલેશભાઈ તડવી અને બજરંગદળના જીલ્લા ઉપાધ્યક્ષ પ્રેમભાઈ વસાવા ને બાતમી મળેલ કે તિલકવાડા ના રેંગણ ગામથી આઈસર ટેમ્પો નંબર જીજે ૦૮ એયુ ૭૦૫૮ ની અંદર મૂંગા પશુઓને ગેરકાયદેસર રીતે ભરી તસ્કરી કરવાનાં છે.નિલેશભાઈ અને પ્રેમભાઈએ રેંગણ ગામથી ટ્રક નો પીછો કરવાનો ચાલુ કર્યો તેમજ નર્મદા જીલ્લા પોલીસ કન્ટ્રોલ રૂમ તેમજ DySP સરવૈયા ને આ વિશે જાણ કરી. આ માહિતી મલતા પોલીસે રાજપીપળા જકાતનાકા પાસે વોચ ગોઠવી હતી.
તિલકવાડાના રેંગણ ગામથી આઈસર ટેમ્પો નંબર જીજે ૦૮ એયુ ૭૦૫૮ 08 ની અંદર મૂંગા પશુઓને ગેરકાયદેસર રીતે તસ્કરી કરી હતી.રેંગણ ગામથી પોલીસે ફિલ્મી ઢબે ટ્રકનો પીછો કર્યો હતો.ત્યારે ટ્રક ચાલકે પોલીસની ગાડી અને VHP બજરંગ દળ ની ફોર વ્હીલ કાર ઉપર અનેક વાર ટ્રક નાખવાની કોશિશ પણ કરાઈ હતી.જોકે પોલીસે પીછો કરી ઢોલાર ગામના બસ સ્ટેન્ડ નજીકથી ટ્રક પકડીપાડી હતી.
વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે મૂંગા પશુઓની ગેરકાયદેસરની તસ્કરી કરનાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.ટ્રક સાથે ચાલકની ધરપકડ કરી આમલેથા પોલીસ સ્ટેશનમાં ટ્રક લઈ જવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા જિલ્લો મહારાષ્ટ્રને અડીને આવેલો સરહદી જિલ્લો હોવાથી અહીંથી પશુ ભરેલા વાહનો મોટી સંખ્યામાં પસાર થતાં હોય છે.સરહદી જિલ્લો હોવાથી મોકળું મેદાન મળીજાય છે.જોકે રાજયમાંથી પશુઓની અન્ય રાજયમાં નિકાસ કરતાં પહેલાં પરવાનગી લેવી જરૂરી છે. ગેરકાયદે રીતે પશુઓને ગુજરાતથી મહારાષ્ટ્ર તરફમોક્લવામાં આવતાં હોય છે.
નર્મદા જીલ્લા પોલીસ તેમજ DySP સરવૈયા ના એવા સાથ સહકાર થી મૂંગા પશુઓનો જીવ બચ્યો છે તે બદલ નર્મદા જીલ્લા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ખુબ જ આભાર વ્યક્ત કર્યો હતો.