google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Home Crime નસવાડી પોલીસે મોટર સાયકલ ઉપર લઈ જવાતા વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

નસવાડી પોલીસે મોટર સાયકલ ઉપર લઈ જવાતા વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

- પોલીસે રૂા.૫૩,૦૮૦ ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડયો

0
64

(ફૈજાન ખત્રી,છોટાઉદેપુર)

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી પોલીસે ભારતીય બનાવટનો વિદેશી દારૂ સાથે એક આરોને ઝડપી લીધો હતો.

આ અંગે મળતી વિગતો મુજબ ઉચ્ચ અધિકારીઓ તરફથી જિલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃત્તિ નેસ્ત નાબુદ કરવા તેમજ દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા મળેલ સુચના અંતર્ગત નસવાડી પીએસઆઈ ડી.એચ.વાઘેલા પ્રોહિબિશનના સફળ કેસો સોધી કાઢવા સતત પ્રયત્નશીલ હોય ત્યારે આજ રોજ અંગત બાતમીદાર દ્વારા બાતમી મળતા પોલીસ સબ ઈન્સ્પેકટર ડી.એચ.વાઘેલા પોલીસ સ્ટાફના માણસો સાથે ડબ્બા ગામેથી મોટર સાયકલ ઉપર લઈ જવાતા ભારતીય બનાવટના વિદેશી દારૂના બિયરના ટિન ૨૧૬નંગ ઝડપી લીધા હતા. પોલીસે આરોપી પાસેથી મળેલ રુ.૨૮,૦૮૦ નો વિદેશી દારૂનો જથ્થો તેમજ હીરો કંપનીની સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલને કબ્જે લઈને આ ગુના અંતર્ગત દિનેશભાઈ પાડવીભાઈ ડું.ભીલ રહે.ડબ્બા નિશાળ ફળિયું તા.નસવાડી જી.છોટાઉદેપુર નાઓને ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી હાથધરી હતી.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!