google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Friday, April 19, 2024
HomeGujaratનરેન્દ્ર મોદી વિકાસ મિશનના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. વિનોદ કુમાર વિદ્યાર્થીએ સ્ટેચ્યુ ઓફ...

નરેન્દ્ર મોદી વિકાસ મિશનના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. વિનોદ કુમાર વિદ્યાર્થીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી

- પ્રદેશ અધ્યક્ષ રામસી કરંગીયા, મહિલા મોરચાના પ્રદેશ અધ્યક્ષ મીનાબેન સરવૈયા સહીત નર્મદા અઘ્યક્ષ દીપક જગતાપની ટીમ પણ SOU ની મુલાકાત માં જોડાયા - યશસ્વી વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પરીકલ્પના સમા સારદાર પટેલ ની વિશ્વની સૌથી ઊંચી સરદાર પટેલની પ્રતિમાની પ્રતિમા નિહાળી અભિભૂત થયા

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
નરેન્દ્ર મોદી વિકાસ મિશનના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ.વિનોદ કુમાર વિદ્યાર્થીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી.તેમની સાથે પ્રદેશ અધ્યક્ષ રામસી કરંગીયા ઉપાધ્યક્ષ દાદુભાઈ રૂપાણી,મહિલા મોરચાના પ્રદેશ અધ્યક્ષ મીનાબેન સરવૈયા સહીત નર્મદા અઘ્યક્ષ દીપક જગતાપ,મહામંત્રી રાજેશ વસાવા,પ્રવીણસિંહ ગોહિલની ટીમ પણ SOU ની મુલાકાત માં જોડાયા હતા.
નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે યોજાયેલા નરેન્દ્ર મોદી વિકાસ મિશન,નર્મદા આયોજિત ગ્રામીણ વિકાસ સંમેલનમાં ઉપસ્થિત રહ્યા બાદ નરેન્દ્ર મોદી વિકાસ મિશનના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ.વિનોદકુમાર વિદ્યાર્થી અને તેમની ટીમેં સ્ટેચ્યુ ઓફ યુનિટી અને જંગલ સફારીની મુલાકાત લીધી હતી.
રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ.વિનોદકુમાર વિદ્યાર્થી યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પરીકલ્પના સભર સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી સરદાર પટેલની પ્રતિમાની પ્રતિમા નિહાળી અભિભૂત થયાં હતા અને જણાવ્યું હતું કે આ અલૌકીક પ્રતિમાદેશ અને વિશ્વના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે તેમણે વડા પ્રધાનને વિશ્વના પ્રવાસીઓને એકતા સાથે જોડવાનું કામ કર્યું છે.તે બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવ્યા હતા.આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષ રામસી કરંગીયાં, પ્રદેશ અધ્યક્ષ મહિલા મોરચાના મીનાબેન સરવૈયાં પણ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા જોઈને પ્રભાવીત થઈ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!