google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Sunday, July 14, 2024
HomeGujaratનર્મદા કલેકટર શ્વેતા તેવતિયાની અધ્યક્ષતામાં NID-નેશનલ ઈમ્યુનાઈઝેશન ડે પલ્સ પોલિયો સ્ટીયરિંગ કમિટીની...

નર્મદા કલેકટર શ્વેતા તેવતિયાની અધ્યક્ષતામાં NID-નેશનલ ઈમ્યુનાઈઝેશન ડે પલ્સ પોલિયો સ્ટીયરિંગ કમિટીની બેઠક યોજાઈ

- નર્મદા જિલ્લામાં આગામી ૨૩થી ૨૫ જૂન દરમ્યાન પોલિયો ઝુંબેશ અંતર્ગત કુલ ૪૭,૨૧૬ જેટલા બાળકોને આવરી લેવાનું આયોજન

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
રાજય સરકારનાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સમગ્ર રાજય સહિત નર્મદા જિલ્લામાં તા. ૨૩થી ૨૫ જૂન-૨૦૨૪ દરમિયાન પલ્સ પોલિયો ઝુંબેશ યોજાનાર છે.જેના ભાગરૂપે જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાની અધ્યક્ષતામાં NID – નેશનલ ઈમ્યુનાઈઝેશન ડે પલ્સ પોલિયો સ્ટીયરિંગ કમિટીની બેઠક કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાઈ હતી.
જિલ્લામાં યોજાનારી આ ત્રિ-દિવસીય ખાસ ઝુંબેશ દરમિયાન નર્મદા જિલ્લાનાં ૦ થી ૫ વર્ષની વય મર્યાદાના અંદાજિત કુલ ૪૭,૨૧૬ જેટલા બાળકોને આવરી લેવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.જિલ્લાનાં આરોગ્ય કર્મીઓ દ્વારા આ બાળકોને પોલીયોનાં બે ટીપા પિવડાવવામાં આવશે. બેઠક
દરમ્યાન જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ગત વર્ષોની કામગીરી અને આગામી આયોજન અંગે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી વિસ્તૃતમાં જાણકારી આપવામાં આવી હતી.
જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાએ જિલ્લામાં આ અભિયાન સફળતાપૂર્વક પાર પડે, કોઈ બાળકો તેનાથી વંચિત ન રહે તથા કોઈક કારણોસર માઈગ્રેટ થયેલા પરિવારોના બાળકોનો પણ યોગ્ય રીતે સમાવેશ થાય તે જોવા ખાસ સૂચન કર્યું હતું. આ અભિયાન સાથે જોડાયેલાં કર્મીઓની સતત તાલીમ અને મોનિટરિંગ થતું રહે જેથી કામની ગુણવત્તા જળવાઈ રહે તે અંગે પણ જરૂરી માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું.નર્મદા જિલ્લામાં પોલિયો ઝુંબેશના પ્રથમ દિવશે એટલે કે, ૨૩મી જૂન, રવિવારે ૨૨૪ બુથ પર પોલિયોનાં ટીંપા પિવડાવવામાં આવશે. બીજા અને ત્રીજા દિવસે બાકી રહેલા બાળકોને આરોગ્ય કર્મીઓ મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, ફીમેલ હેલ્થ વર્કર, કોમ્યુનીટી હેલ્થ ઓફિસર, આશા બહેન, આશા ફેસીલીટેટર અને આંગણવાડીની બહેનોની ૪૪૮ ટીમો દ્વારા ઘરે-ઘરે જઈને પોલિયોનાં બે ટીંપા પીવડાવવામાં માટેનું આયોજન જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સુનિશ્ચિત કરવામાં આવ્યું છે.
આ બેઠકમાં તાલિમી સહાયક કલેક્ટર મુસ્કાન ડાગર, WHOના પ્રતિનિધિ અને સિનિયર મેડિકલ ઓફિસર ડો.આર્થ મેકવાન,મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જનકકુમાર માઢક, નાયબ પોલીસ અધિક્ષક પી.આર.પટેલ, ADHO ડો.અનિલ વસાવા સહિત આરોગ્ય વિભાગના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!