google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, July 23, 2024
HomeGujaratભરૂચ ખાતે આગામી ૨૨ મી જૂનને શનિવારના રોજ નેશનલ લોક અદાલતનું આયોજન...

ભરૂચ ખાતે આગામી ૨૨ મી જૂનને શનિવારના રોજ નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

- દિવાની,ફોજદારી,ખોરાકીના કેસો ઉપરાંત વાહન અકસ્માતના વળતર કેસો અને બેંકો, ડી.જી.વી.સી.એલ વગેરેના પ્રી-લીટીગેશન કેસો મુકવામાં આવશે

ભરૂચ,

ભરૂચ ખાતે કાર્યરત જીલ્લા ન્યાયાલય,ભરૂચ અને જીલ્લાની તમામ તાલુકા કોર્ટો ધ્વારા નામદાર ગુજરાત હાઈકોર્ટ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ નેશનલ લોક અદાલતનું આયોજન આગામી તા.૨૨/૦૬/૨૦૨૪ ને શનિવારના રોજ કરવામાં આવેલ છે.જેમાં દિવાની, ફોજદારી,ખોરાકીના કેસો ઉપરાંત વાહન અકસ્માતના વળતર કેસો અને બેંકો, ડી.જી.વી.સી.એલ વગેરેના પ્રી- લીટીગેશન કેસો મુકવામાં આવનાર છે.  

વધુમાં નામદાર ગુજરાત હાઈકોર્ટ,અમદાવાદ દ્નારા આપેલ સુચના અન્વયે જાહેર જનતાની જાણકારી માટે અને વધુમાં વધુ લોકો લોક અદાલતનો લાભ લઈ શકે તેવા શુભ આશયથી લોક અદાલતના બહોળા પ્રચાર- પ્રસાર માટે તા.૨૨/૦૬/૨૦૨૪ ના રોજ સવારે ૧૦:૧૫ કલાકે લોક અદાલતના ઉદઘાટન કાર્યક્રમમાં જીલ્લા ન્યાયાલય,ભરૂચ મુકામે હાજર રહેવા જીલ્લાના તમામ મિડિયા મિત્રોને જાણ કરવામાં આવે છે.તેમ જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્નારા મળેલી એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું. 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!