google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Monday, April 15, 2024
HomeGujaratસ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ ભરૂચ દ્વારા રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી...

સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ ભરૂચ દ્વારા રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરાઈ

- સ્વામી વિવેકાનંદ ના જન્મદિવસે રાજ્ય યુવા બોર્ડ ભરૂચ દ્વારા જે પી કોલેજ ગ્રાઉન્ડ ખાતે રમતોત્સવનું કરવામાં આવ્યું આયોજન

ભરૂચ,
સ્વામીની વિવેકાનંદ જન્મ દિવસ નિમિત્તે ગુજરાત રાજ્ય યુવા બોર્ડ ભરૂચ દ્વારા યુવાનોના માનસ પટલ પરથી વિસરાતી જતી જૂની રમતોને પૂર્ણ જીવિત કરવાના પ્રયાસના ભાગરૂપે રમત સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું.
આજે સ્વામી વિવેકાનંદની જયંતિ છે. સ્વામી વિવેકાનંદ એવા મહાન વ્યક્તિ હતા જેમણે સમગ્ર વિશ્વમાં ભ્રમણ કરી ગૌરવ વધાર્યું હતું.સ્વામી વિવેકાનંદે માત્ર 25 વર્ષની ઉમરમાં જ ઈશ્વર અને જ્ઞાનની પ્રાપ્તિ કરી સાંસારિક મોહમાયા ત્યાગી સન્યાસ લઇ લીધો હતો. ત્યાર બાદ ગુરુ રામકૃષ્ણ પરમહંશના શિષ્ય બન્યા બાદ એમને જ્ઞાનની પ્રાપ્તિ થઇ. 39 વર્ષની અલ્પઆયુમાં આ દુનિયાને છોડ્યા પછી પણ એમના વિચાર આજે પણ યુવાઓ માટે પ્રેરણા સ્ત્રોત બન્યા હતા.દર વર્ષે 12 જાન્યુઆરીએ સ્વામી વિવેકાનંદના જન્મદિવસે ભારતમાં ‘રાષ્ટ્રીય યુવા દિવસ’ ઉજવવામાં આવે છે.જેના ભાગરૂપે આજ રોજ ભરૂચની જેપી કોલેજ ગ્રાઉન્ડ ખાતે ગુજરાત રાજ્ય યુવા બોર્ડ ભરૂચ દ્વારા બાળપણમાં રમાતી રમતો જેમકે રસા ખેંચ, લીંબુ ચમચી સહિતની રમતો વિદ્યાર્થીઓને રમાડવામાં આવી હતી.આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભાજપ જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અતોદરિયા,મહામંત્રી નિરલ પટેલ, શહેર પ્રમુખ પ્રકાશ પટેલ,જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, જેપી કોલેજના પ્રિન્સિપલ એમ.એમ પટેલ સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના પ્રદેશ ઝોન સંયોજક હર્ષિત દેસાઈ,સહિત વિવેકાનંદ યુવા બોર્ડના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે સ્વામિ વિવેકાનંદ પોતાના એક વ્યક્તવ્યમાં જણાવ્યું હતું કે આવનારા વર્ષોમાં ભારત વિશ્વનું નેતૃત્વ કરશે ત્યારે આજે સ્વામી વિવેકાનંદના વિચારો સાકાર થવા તરફ તેજ ગતિએ દેશ આગળ વધી રહ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!